અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જાણે કે તેમને કાયદા કે પોલીસ નો ડર રહ્યો જ નથી. નજીવી બાબતમાં બોલાચાલી અને મારામારીની ઘટનાઓ સામાન્ય થઈ રહી છે. ત્યારે આવો જ એક બનાવ બોપલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. બોપલ વિસ્તારમાં એક મિત નામના યુવક ની કાર રોકી અભદ્ર વર્તન કરી ત્યાં અસામાજીક તત્વો બોલાવી ને જીવલેણ હથિયારો સાથે મારા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. યુવકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહીતી અનુસાર, સાંજના 6 વાગ્યાની આસપાસ સ્મીત વાછાણી નામનો યુવક બોપલ BRTS બસ સ્ટોન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ટુવ્હીલર ચાલકે ઓવરટેક કર્યું હતું. જે બાદ ટુવ્હીલર ચાલકે આગળ જઈને ઊભા રહીને “જોઈને ચલાવને દેખાતું નથી” તેમ કહી સ્મીત સાથે બોલાચાલી કરી અને ગંદી ગાળો આપવાનું શરૂ કર્યં હતુ. તે દરમિયાન સ્મિત અને તેની સાથે રહેલા તેનો મિત્ર કારમાંથી બહાર નીકળતા ટુવ્હીલર ચાલકે ફોન કરીને બીજા લોકોને બોલાવી લીધા હતા. આ લોકોએ સાથે મળીને સ્મિતને ગદડાપાટુ તેમજ પટ્ટાથી માર માર્યો હતો.
ઘટના સ્થળે પોલીસ પહોંચે તે પહેલા આરોપી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તનાં પિતાએ, આરોપીઓ સામે પોલીસ આ બાબત ને ગંભીરતાથી લઈ કડક માં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. જોવાનુ રહ્યું કે બોપલ પોલીસ કેટલી ગંભીરતાથી નોંધ લેશે આગામી દિવસોમાં કોઈ અનિચ્છનિય ઘટના બનતા અટકી શકે.