નવસારી શહેરમાં આંગણવાડી વર્કરો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિશાળ રેલી નવસારી જુનાથાણા ખાતેથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી નવસારી જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. રેલી દરમિયાન આંગણવાડી બહેનોએ પોતાની માંગણીઓના સમર્થનમાં નારા લગાવ્યા હતા.રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આંગણવાડી વર્કરોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેમની માંગણીઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે તેઓને હડતાળ અને રેલીનો માર્ગ અપનાવવો પડ્યો છે.આંગણવાડી વર્કરોએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
https://www.instagram.com/reel/DWGdDN3E3WP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==