ગાંધીનગરથી વિદ્યાર્થીઓને ભેટ:13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹354 કરોડની સ્કોલરશીપનું વિતરણ
Views: 78
0 0

Read Time:4 Minute, 32 Second

13.96 લાખથી વધુ વિદ્યાર્થીને સ્કોલરશીપનું વિતરણ
નમો લક્ષ્મી અને સરસ્વતી યોજના
મેરિટ આધારિત સ્કોલરશીપ યોજનાઓ
સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન
CMના હસ્તે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઈ
શિક્ષણ મંત્રી શ્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત
નમો લક્ષ્મી ,નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના હેઠળ DBT માધ્યમથી શિષ્યવૃત્તિ સહાય અપાઇ
₹.૩૫૪ કરોડની શિષ્યવૃતિ અપાઇ
વર્ષ ૨૦૨૩-૨૬ માં અંદાજીત ૨૭.૬૧ લાખ વિદ્યાર્થીઓને કુલ ₹.૧૮૭૧ કરોડની સ્કોલરશીપ અપાઇ
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી ૨.૦(SSIP 2.0) અંતર્ગત પસંદગી પામેલ સ્ટાર્ટઅપ ઇનોવેશન આઈડિયાને પણ ગ્રાન્ટ વિતરણ કરાઇ

ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓને સીધી આર્થિક સહાય આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹354 કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આંકડા મુજબ વર્ષ 2023-24થી અત્યાર સુધીમાં કુલ 27.61 લાખ વિદ્યાર્થીઓને ₹1871.71 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

નમો લક્ષ્મી યોજના હેઠળ વર્ષ 2024-25થી અત્યાર સુધીમાં 11 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹1438.06 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. સાથે જ 80 ટકા હાજરી ધરાવતી વિદ્યાર્થીનીઓને માર્ચ 2026 સુધીમાં ₹200 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. બીજી તરફ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 1.5 લાખથી વધુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ₹220 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જેમાંથી 80 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને આગામી તબક્કે ₹60 કરોડથી વધુની રકમ આપવામાં આવનાર છે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ અત્યાર સુધીમાં 75,000 વિદ્યાર્થીઓને ₹119.1 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે અને બીજા સત્ર માટે ₹57 કરોડથી વધુની ચુકવણી થવાની છે. ઉપરાંત, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 90,000 વિદ્યાર્થીઓને ₹94.55 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જ્યારે આગામી તબક્કે ₹36 કરોડથી વધુની ચુકવણી કરવામાં આવશે.

રાજ્યમાં Student Startup and Innovation Policy (SSIP 2.0) અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કલ્ચર વિકસાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને તેમના સ્ટાર્ટઅપ અથવા ઇનોવેશન આઈડિયા માટે ₹20,000 સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા નેશનલ સ્ટાર્ટઅપ ડે 2025 કાર્યક્રમ દરમિયાન 110 વિદ્યાર્થીઓને ₹3.22 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી, જ્યારે જિલ્લા કક્ષાએ 735 વિદ્યાર્થીઓને ₹69.68 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!