શક્તિપીઠ અંબાજી: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પદયાત્રીઓ સાથે મુલાકાત કરી
Views: 373
2 0

Read Time:2 Minute, 59 Second

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહામેળામાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. તેમણે જલિયાણા સેવા કેમ્પની મુલાકાત લઈ ભક્તોને ભોજન પીરસ્યું હતું.

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી શક્તિપીઠ અંબાજી મંદિર (Harsh Sanghvi in Ambaji) પહોંચ્યા છે. અહીં તેમણે શીશ ઝુકાવી મા અંબાનાં દર્શન કરી આશીર્વાદ લીધા. હર્ષ સંઘવીએ મંદિરમાં ભક્તો સાથે માતાજીનાં દર્શન કરી માતાજીની જય બોલાવી હતી, ત્યારે સમગ્ર મંદિર અને પરિસર ‘બોલ મારી અંબે, જય જય અંબે’ નાં નાદથી ગૂંજી ઉઠ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું. રસ્તામાં હર્ષ સંઘવીએ કેટલાક કેમ્પોની મુલાકાત પણ લીધી હતી. રાજ્ય ગૃહ મંત્રીએ ભાદરવી પૂનમને લઈ વ્યવસ્થાઓની સમીક્ષા પણ કરી.

ભાદરવી પૂનમને લઈને યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં હાલ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન થયા તે માટે મંદિર ટ્રસ્ટ (Ambaji Temple Trus), સ્થાનિક તંત્ર, પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રકારની વ્યવસ્થા અને સુવિધાનું ધ્યાન રાખવાનું આવ્યું છે. દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અંબાજી પહોંચ્યા છે. માતાજીનાં દર્શન કરી તેમણે આશીર્વાદ લીધા. ગૃહ રાજ્યમંત્રીનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રતનપુર જલિયાણ કેમ્પ (Ratanpur Jaliyan Camp) સહિત વિવિધ કેમ્પની મુલાકાત લીધી હતી.

ગૃહમંત્રી સંઘવીએ મેળાની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની ઉપસ્થિતિમાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મેળામાં સ્થાપિત વિવિધ સેવા કેમ્પની પણ તેમણે મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી અંબાજી માતાના દર્શન માટે મંદિર ખાતે પહોંચવાના છે. આ મુલાકાત દરમિયાન તેમણે મેળામાં આવેલા ભક્તો સાથે સંવાદ પણ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!