વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે આજે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે રીવરફ્રન્ટ ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાંથી બંને નેતાઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતાં. જ્યાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી . જેમાં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી.
ભારત-જર્મની વચ્ચે મહત્વના કરાર
PMએ કહ્યું- ‘આવકારો મીઠો આપજે રે’ની ભાવના સાથે મર્ઝનું હાર્દિક અભિનંદન
ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
PMએ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા; સંરક્ષણ-સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધશે
ભારત-જર્મની દ્વિપક્ષીય વાતચીતમાં 5 મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા, 25 વર્ષના ભાગીદારીના મહત્વના પાસાં
બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ અંગે સમીક્ષા કરી
દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં
જર્મન ચાન્સેલર ફેડ્રિક્સ મર્ઝ સહિત ત્યાંની કંપનીઓના 25 જેટલા સીઈઓ પણ હાજર રહ્યાં
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ભારત અને જર્મની વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં છે. જ્યારે જર્મની તરફથી જર્મન ચાન્સેલર ફેડ્રિક્સ મર્ઝ સહિત ત્યાંની કંપનીઓના 25 જેટલા સીઈઓ પણ હાજર રહ્યાં છે.
ભારત અને જર્મની વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારીને કારણે કૌશલ્ય અને ગતિશિલતાનો સહયોગ વધુ મજબૂત થશે. વિજ્ઞાન, નવિનતા અને સંશોધન પર બંને દેશો સહમત થશે. વૈશ્વિક રીતે મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન થશે. વ્યાપાર અને ડિફેન્સને લગતા મહત્વના કરાર થશે. યુરોપ સાથે ભારતના કરાર થવાથી વ્યાપારમાં વધારો થશે. જર્મનીના ચાન્સેલર સાથે ત્યાંની 25 કંપનીઓના સીઈઓ પણ ભારતની મુલાકાતે આવ્યા છે. બંને દેશોના ઉદ્યોગકારો સાથે વાતચીત થશે. તાજેતરમાં બંને દેશોએ ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે
- ગ્રીન હાઈડ્રોજન રોડમેપ (Green Hydrogen Roadmap) – હરી ઊર્જા અને ટકાઉ વિકાસ માટે બંને દેશો ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે સહયોગ વધારશે.
- માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશીપ (Migration and Mobility Partnership) – કૌશલ્ય અને રોજગારી માટે લોકોને એક દેશથી બીજા દેશ સુધી સરળ ટ્રેનિંગ અને કામના તકો પૂરા પાડવા ચર્ચા.
- સંરક્ષણ સહયોગ (Defense Cooperation) – હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવવા સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી શેરિંગ પર ચર્ચા.
- ફોકસ ઓન ઇન્ડિયા (Focus on India Strategy)– જર્મનીની ભારત સાથે મજબૂત આર્થિક અને વેપારી સંબંધોને વધુ પ્રોત્સાહિત કરવું.
- શિક્ષણ અને સંશોધન (Academic Collaboration)– વિદ્યાર્થીઓ, vocational training અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવાનો ઉદ્દેશ.
મજબૂત આર્થિક અને વેપારી સંબંધો : જર્મની યુરોપિયન યુનિયનમાં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. દેશમાં 1,800થી વધુ જર્મન કંપનીઓ કાર્યરત છે જેમ કે Volkswagen, Siemens અને Bosch. ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનમાં જર્મન ટેકનોલોજીનો મહત્વપૂર્ણ યોગદાન છે.
આ બેઠકના પરિણામો ભારત-જર્મની વ્યૂહાત્મક અને વ્યાપારી સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.