પંજાબના ધુમ્મસમાં ગુજરાતનો પરિવાર હોમાયો: વાવ-થરાદની લેડી કોન્સ્ટેબલ સહિત 5નાં અકસ્માતમાં મોત
Views: 61
0 0

Read Time:1 Minute, 36 Second

પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત છે. શનિવારે સવારે બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતા ગુજરાતના વાવ-થરાદ જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કાર આખેઆખી પડીકું વળી ગઈ હતી. માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કોઈક રીતે કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

મૃતકોની ઓળખ અર્જુન, સતીશ, જનક, ભારત અને અમિતા બાન તરીકે થઈ છે. આ તમામ વાવ-થરાદ જિલ્લાના રહેવાસી હતા. તમામની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે છે. અનિતા બાન મહિલા કોન્સ્ટેબલ હોવાનું જણાવાયું છે. એસપી નરિન્દર સિંહે જણાવ્યું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયા હતા. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

આ મામલે જાણકારી આપતા એસપી સિટી નરિંદર સિંહે જણાવ્યું કે પાંચેય મિત્રોના શબને કબજે લઈ સિવિલ હોસ્પિટલ રવાના કરાયા હતા અને મૃતકોના પરિજનોને જાણકારી આપી દેવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!