અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના પગલે 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે
Views: 132
1 0

Read Time:1 Minute, 40 Second

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી 300 કિ.મી. દૂર છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતવારણ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આ ડિપ્રેશનના પગલે આગામી 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે-ધીમે નબળી પડશે.

ગુજરાત રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જ્યાં રાણપુર અને ગઢડા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો.

અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને ઠંડો પવન ફૂંકાશે. જોકે વહેલી સવારથી વાતાવરણ ધુમ્મસભર્યું જોવા મળ્યું હતું અને વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!