Ahmedabad: સાણંદ ખાતે ₹.9.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરાયું
Views: 203
2 0

Read Time:6 Minute, 15 Second

અમદાવાદના સાણંદ ખાતે કાયદામંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવનિર્મિત ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સાણંદના નાગરિકોને ન્યાયિક પ્રક્રિયામાં સુદઢતા મળે તે માટે અંદાજિત ₹.9.92 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર ‘ન્યાય મંદિર’નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઓળખાતા સાણંદમાં ઔધોગિક પ્રગતિ સાથે ન્યાયિક પ્રક્રિયાને વેગ મળે તે હેતુસર તાલુકામાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ ન્યાય મંદિરનું લોકાર્પણ કરાયું છે.

મંત્રીએ દેશના બંધારણ દ્વારા ઘડેલી ન્યાયપ્રણાલીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, સુવ્યવસ્થાના ભાગરૂપે ચાર પ્રકલ્પો અગત્યના છે. જેમાં આસ્થાનું મંદિર, શિક્ષણનું મંદિર, આરોગ્ય મંદિર અને ન્યાય મંદિરનો સમાવેશ થાય છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના દરેક તાલુકામાં અદ્યતન કોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં આરોગ્યની વ્યવસ્થા, વિજ્ઞાન ટેક્નોલોજીથી સભર અને ન્યાયિક પ્રક્રિયા વેગવંતી બને તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા સુનિશ્રિત કરવામાં આવી છે. આ ઉપરાંત ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટનું પણ ઝડપી અમલીકરણ કરાઈ રહ્યું છે.

મંત્રીએ નવીન સુવિધાસભર સાણંદ ‘ન્યાય મંદિર’માં ઉપલબ્ધ સેવાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને આ ‘ન્યાય મંદિર’થી સાણંદની ન્યાયી યાત્રામાં વધુ સુદઢતા અને સુખાકારી આવશે તેવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે સરળ, સસ્તો અને ઝડપી ન્યાય પ્રાપ્ત થાય તે આવશ્યક છે. જે માટે રાજ્ય સરકાર, ગુજરાત હાઇકોર્ટના સૂચન અનુસાર તમામ પ્રકારની સુગમ વ્યવસ્થા સુનિશ્રિત કરવા પ્રયાસરત છે.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તથા અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા અદાલતના એડમિનિસ્ટ્રેટિવ જજ સંગીતા વીશેન દ્વારા દ્વારા ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાણંદ ગુજરાતના ઔધોગિક વિકાસનું રોલ મોડલ છે. છેલ્લા વર્ષોથી ઝડપી વિકસિત બનેલા સાણંદની વિકાસયાત્રામાં નવા પ્રકલ્પ ‘ન્યાય મંદિર’નો ઉમેરો થયો છે તે ગૌરવપૂર્ણ બાબત છે.

તેમણે ન્યાયિક વ્યવસ્થા વિશે વિસ્તૃત વાત કરી હતી અને સંવિધાનિક ભાવના અને આદર વિશે પણ જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મજબૂત ન્યાયપાલિકા વિકાસની મહત્વપૂર્ણ કડી છે. વધુમાં તેમણે 1980 ના દાયકામાં શરૂ થયેલી સાણંદ કોર્ટની અત્યાર સુધીની સફર પણ વર્ણવી હતી. તેમણે વધુ ઉમેર્યું હતું કે, ન્યાય મંદિર નાગરિકોના વિશ્વાસનું મંદિર છે.તેમણે ઉપસ્થિત સૌને ન્યાયની સુલભ કામગીરી માટે સહકાર આપી લોકોની ન્યાયની અપેક્ષા પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા અદાલતના મુખ્ય ન્યાયાધીશ કમલ સોજીત્રાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.મંત્રી સહિતના મહાનુભાવોએ નવનિર્મિત ‘ન્યાય મંદિર’ની મુલાકાત કરી હતી અને વિકસાવેલી સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી.

સાણંદ નવીન ‘ન્યાય મંદિર’ની સુવિધાઓ વિશે વાત કરીએ તો, બે માળના આધુનિક ‘ન્યાય મંદિર’માં લાયબ્રેરી, બેંક, પોસ્ટ ઓફિસ, કેન્ટિન, ઝેરોક્ષ રૂમ, પુરુષ તથા મહિલા બારરૂમ માટેના પ્રસાધન, કેદી માટેના પ્રસાધન, આ ઉપરાંત ચાર જેટલા કોર્ટ રૂમ, કોન્ફરન્સ રૂમ, જજીસ લાયબ્રેરી, ઇ-સેવા કેન્દ્ર, વિડિયો કોન્ફરન્સ રૂમ કનેક્ટેડ વિથ જેલ, મેડિકલ સુવિધા અને મીડિયેશન સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ પ્રસંગે સાણંદ તાલુકા કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર.એસ.શાહ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ પી.એમ.ત્રિવેદી, સાણંદ બાર એસોસિએશનના પ્રમુખ એચ.બી.ચૌહાણ, ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, કાયદા વિભાગના સેક્રેટરી યુ.એમ.ભટ્ટ તથા ન્યાયિક અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, સિનિયર એડવોકેટો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને સાણંદના સભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!