અમદાવાદ: ગોમતીપુરમાંથી દારૂની મહેફિલના Photo વાયરલ થતા ખળભળાટ મચી ગયો
Views: 213
1 0

Read Time:2 Minute, 8 Second

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા
પંચવટી બાદ હવે ગોમતીપુરમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ

અમદાવાદના પોશ વિસ્તાર પંચવટીમાં પકડાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં શહેરના પૂર્વ વિસ્તાર ગોમતીપુરમાંથી દારૂની મહેફિલના ફોટા અને વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ગોમતીપુરની લુહારની શેરીમાં કેટલાક શખ્સો બેફામ બનીને દારૂની મહેફિલ માણતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ શહેર પોલીસની કામગીરી અને દારૂબંધીના અમલીકરણ પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે.

વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં જોઈ શકાય છે કે, ઉત્તરાયણની મજા માણવાના નામે યુવાનો અને નબીરાઓ કાયદાનો ડર રાખ્યા વગર નશામાં ચૂર થઈ રહ્યા છે. તહેવારના દિવસે પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે પણ દારૂની આ પ્રકારે રેલમછેલ જોવા મળતા સ્થાનિકોમાં પણ રોષ છે. ગોમતીપુર પોલીસ હવે આ વાયરલ વીડિયોના આધારે લુહારની શેરીના શખ્સોની ઓળખ કરી રહી છે. એક તરફ સરકાર દારૂબંધીની વાતો કરે છે અને બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે રીતે દારૂની મહેફિલના પુરાવા સામે આવી રહ્યા છે, તે જોતા બુટલેગરો અને નબીરાઓમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ જણાઈ રહ્યું છે.

ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ શહેર પોલીસની કામગીરી અને દારૂબંધીના અમલીકરણ પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!