Ahmedabad: GTU દ્વારા શિક્ષકદિનના દિવસે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિને યાદગાર બનાવવા 7મો ટેક-ગુરૂ એવોર્ડ આયોજિત કરવામાં આવ્યો હતો
Views: 142
0 0

Read Time:3 Minute, 44 Second

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા 6મી સપ્ટેમ્બર, 2025ના રોજશિક્ષક દિનની ઉજવણીના અવસરે7મો ટેક-ગુરુ એવોર્ડ સમારોહ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિને યાદગાર બનાવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ યુનિવર્સિટીની એક પ્રતિષ્ઠિત વાર્ષિક પરંપરા છે, જેમાં ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, નવીનતા તેમજ સમાજપ્રત્યેના યોગદાન દ્વારા વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.

આ વર્ષનાં7મો ટેક-ગુરુ એવોર્ડ સમારોહમાટે, GTUને ઇજનેરી, ફાર્મસી, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર એપ્લિકેશન્સ અને એપ્લાઇડ સાયન્સીસ જેવા વિવિધ ક્ષેત્રોમાંથી કુલ121 અરજીઓપ્રાપ્ત થઈ હતી. સંશોધનપ્રકાશનો, પ્રોજેક્ટ્સ, પેટન્ટ, ઉદ્યોગ સહયોગ તથા સામાજિક સેવાઓ જેવા માપદંડોને આધારે કરાયેલ કડક મૂલ્યાંકન પ્રક્રિયા બાદ46 અરજીઓ પસંદગીમાંઆવી હતી. જેમાંથી8 પ્રતિષ્ઠિત પ્રાધ્યાપકોનેતેમના અનુભવ અનુસાર (0–10 વર્ષ, 11–20 વર્ષ અને 20 વર્ષથી વધુ) વિવિધ કેટેગરીમાંટેક-ગુરુ એવોર્ડએનાયત કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત, સરકારી સંસ્થાઓમાંથી ગયા વર્ષે નિવૃત્ત થયેલ4 પ્રોફેસરો અને પ્રિન્સિપાલ્સનેટેક્નિકલ શિક્ષણના પ્રસાર અને વિકાસમાં જીવનભરના યોગદાન બદલ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે GTUનીROBOCON ટીમને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા, જેમણે આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધાABU ROBOCON 2025માં ભારતને ગૌરવ અપાવતાં5મો ક્રમ મેળવ્યો હતો.

સમારંભની શરૂઆત GTUના રજિસ્ટ્રારડૉ. કે. એન. ખેરના સ્વાગત સંબોધનથી થઈ હતી, જેમાં તેમણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક તથા વ્યક્તિગત વિકાસમાં શિક્ષકોની ભૂમિકા પર ભાર મુક્યો હતો. શ્રીમતી અનુજા પિપલાપુરે (BoGસભ્ય, GTU)તથા ડૉ. એસ. પી. સિંહ (ડિરેક્ટર જનરલ, કૌશલ્ય: ધ સ્કીલ યુનિવર્સિટી) એ પ્રતિષ્ઠિત અતિથિસંબોધન આપતાં શિક્ષકો સમાજના ઘડતરમાં તથા વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં ભજવતા અપ્રતિમ યોગદાનને પ્રકાશિત કર્યું હતું.
ડૉ. રાજુલ ગજ્જર, માનનીય કુલપતિ, GTUએ અધ્યક્ષિય સંબોધનમાં શિક્ષકોને રાષ્ટ્રનિર્માતા તરીકેની તેમની અગત્યની ભૂમિકાને રેખાંકિત કરતાં જ્ઞાન અને નવીનતા પ્રત્યેની તેમની અવિરત સમર્પણને બિરદાવ્યા હતા.

અંતમાં ડૉ. કેયુર દરજી, ડેપ્યુટીરજિસ્ટ્રાર અને વડા – આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગ, GTUએ આભારવિદ્યાપન પાઠવ્યું હતું.
7મો ટેક-ગુરુ એવોર્ડ સમારોહફરી એકવાર GTUની એ પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે કે તે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતા તથા શિક્ષકોને સાચા અર્થમાં રાષ્ટ્રનિર્માતા તરીકે સન્માન આપવા માટે સતત પ્રયત્નશીલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!