Ahmedabad: ગુજરાત સાયન્સ સિટીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત, જ્ઞાન અને મનોરંજનનો અનોખો મેળાવડો જોવા મળ્યો
Views: 88
0 0

Read Time:3 Minute, 0 Second

ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે જ્ઞાન અને મનોરંજનનો અનોખો મેળાવડો જોવા મળ્યો હતો. રાજ્યભરની વિવિધ શાળાઓમાંથી 5 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લઈ વિજ્ઞાનજગતનો નજીકથી અનુભવ કર્યો.

મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીના કેમ્પસમાં આવેલા વિવિધ પ્રદર્શનો અને આકર્ષણોનો આનંદ માણ્યો. એક્વેટિક ગેલેરી, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, હૉલ ઑફ સ્પેસ, હૉલ ઑફ સાયન્સ, ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ, એનર્જી પાર્ક તથા નેચર પાર્કમાં વિદ્યાર્થીઓએ નવીન વૈજ્ઞાનિક તકનીકોને જોઈ અને તેની કામગીરીને સમજવાનો પ્રયાસ કર્યો. સાયન્સ સિટીમાં નવીન આકર્ષણ એટલે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, જેમાં વિદ્યાર્થીઓએ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સને લગતી માહિતીઓ પ્રાપ્ત કરી તેમજ એશિયાના સૌથી મોટા પ્લેનેટોરિયમમાં બ્રહ્માંડની માહિતી આપતી ફિલ્મો નિહાળી. તેમજ એક્વેટિક ગેલેરીમાં વિવિધ સમુદ્રી પ્રજાતિઓના જીવંત દર્શન વિદ્યાર્થીઓને ખૂબ જ ગમ્યા. રોબોટિક્સ ગેલેરીમાં રજૂ થયેલા માનવસમાન રોબો અને તેમની કાર્યપદ્ધતિ વિદ્યાર્થીઓ માટે અત્યંત આકર્ષણનું કેન્દ્ર બન્યા.

વિદ્યાર્થીઓ માટે સાયન્સ સિટીની આ મુલાકાત મનોરંજનની સાથે-સાથે જ્ઞાનવર્ધક રહી. પ્રદર્શન દરમિયાન નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તથ્યો સરળ ભાષામાં સમજાવ્યા. આ સાથે-સાથે વિદ્યાર્થીઓએ ઇન્ટરેક્ટિવ મોડેલ્સ અને લાઈવ ડેમો દ્વારા શીખવાની અનોખી તક મેળવી. ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું કે સાયન્સ સિટીનો આ અનુભવ તેમને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપશે.

ગુજરાત સાયન્સ સિટી સતત નવું શીખવા માટેનું કેન્દ્ર બની રહ્યું છે. વિવિધ પ્રદર્શનો, વર્કશોપ્સ અને ઇન્ટરેક્ટિવ કાર્યક્રમો દ્વારા અહીં વિદ્યાર્થીઓને વિજ્ઞાનને સમજવાની સહજ તક મળે છે. આજની મુલાકાતથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો પ્રયાસ સફળ રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!