અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળતા ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા-પુત્રના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે. ગોહિલ પરિવારના સભ્યો રાત્રીના ભરનિદ્રામાં હતા ત્યારે જ સાડા ત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે ત્રણ લોકો બહાર નીકળી ગયા હતા પરંતુ, પિતા અને 9 વર્ષીય પુત્રી ઘરમાં જ ભડથું થઈ ગયા હતા. શોટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ પોલીસ દ્વારા પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક ધ્રુવભાઈ ગોહિલના પત્ની મિતલબેને જણાવ્યું હતું કે,તેમના પતિ અને મારો નવ વર્ષીય દીકરો શાશ્વત ત્રણેય નાઓ એક રૂમમા સુતા હતા અને મારા સાસુ તથા મારી દીકરી ધૂમી અમારી બાજુના રૂમમા સુતા હતા. ત્યારબાદ રાત્રીના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અચાનક ગુંગણામણ થવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગેલી હતી. જેથી હું જાગી ગઈ હતી. પતિ (ધૃવભાઇ)ને જગાડવાનો પ્રયત્ન કરેલો પણ ભાનમા ન આવેલ અને રાત્રીના અંધારાના કારણે કોઇ દેખાતુ ન હતુ.
https://www.instagram.com/reel/DVIll0SkxkV/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
મિતલબેને વધુમાં જણાવ્યું હતું કે, વધારે પડતા ધુમાડાના લીધે ગુંગણામણ થવાને કારણે તેમના પતિને અમારા રૂમમાંથી ઘસડીને સાસુનાં રૂમમા લઇ ગયેલ પણ વધારે ધુમાડાના કારણે તેમનો દીકરો શાશ્વત દેખાયેલો નહિ અને વધારે ગુંગણામણ થવાથી તેઓ બહાર ગેલેરીમાં જતાં રહ્યા હતા. તેમના સાસુ તથા દીકરી હાજર હતા ત્યારબાદ અમે ત્રણેય જણા અમારી બાલ્કનીમાથી અમારા પડોશીના મકાનમાથી બહાર સોસાયટીમા નીચે ઉતરી ગયા હતા. તેમના ઘરમા નીચેના હોલમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જણાયુ હતું. જેથી ત્યા હાજર કોઇએ ફાયરબ્રિગેડ તેમજ 108મા ફોન કર્યો હતો. શરીરે આગ લાગવાથી સારવાર સારૂ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલ જ્યા મારી સારવાર ચાલુ છે અને મારા પતિ તથા મારા દીકરા શાશ્વતને પણ સારવાર સાસુ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા હતા
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ વેજલપુર વિસ્તારમાં મકરબા રોડ ઉપર કૃષ્ણનગરી રો – હાઉસના મકાનમાં મોડી રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતા બેથી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી ઉપર અને નીચે એમ બંને જગ્યાએ આગ લાગેલી હતી. મકાનમાં આખો પરિવાર સૂતેલો હતો જોકે આગ લાગી ત્યારે એક વૃદ્ધા તેમજ ઘરની મહિલા બહાર નીકળી ગયા હતા. ઘરમાં ધ્રુવ ગોહિલ અને તેનો 9 વર્ષીય પુત્ર શાશ્વત ફસાયેલા હતા. જેઓને બેભાન હાલતમાં બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. વેજલપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.