Ahmedabad: હવે રસોઈ બનાવવા મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા શરૂ કર્યા
Views: 94
0 0

Read Time:3 Minute, 24 Second

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં કાળાબજારીઓ દ્વારા 3000થી 4000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે.

અમદાવાદમાં આવેલી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ દૂર-દૂરથી અભ્યાસ કરવા માટે આવે છે, ત્યારે સસ્તુ અને સારું જમવાની વ્યવસ્થા તેમની મેસમાં જ કરવામાં આવે છે. આ મેસમાં 500થી 700 જેટલા વિદ્યાર્થીઓ જમતા હોવાથી બે જેટલા ગેસના સિલિન્ડરની જરૂર પડતી હોય છે. જો કે, તેની સામે હવે બે કે ત્રણ દિવસમાં માત્ર એક જ ગેસ સિલિન્ડરની બોટલ મળી રહી છે. તેમાં પણ 3000થી 4000 રૂપિયા મેસના સંચાલકોને આપવા પડી રહ્યા છે, જેથી મેસના સંચાલકોએ તેનો ઉપાય સીધો કાઢ્યો છે. વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં લાકડા અને કોલસાની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે.

આ મામલે મેસના સંચાલક નરેશ જોશીએ જણાવ્યું હતું કે, અમારે દરરોજ બે ગેસ સિલિન્ડરની જરૂર પડતી હોય છે, પરંતુ અત્યારે યુદ્ધની સ્થિતિને કારણે તે મળતા નથી, જેથી અમે ઓપ્શન ગોત્યો છે કે ચૂલા પર રસોઈ બનાવીશું. પહેલા 7 વાગ્યે જાગીને રસોઈ બનાવવાની શરૂઆત કરતા હતા, તેના બદલે હવે સવારે 5 વાગ્યે જાગીને રસોઈ બનાવવાની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થીઓને સમયસર જમવાનું મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે.

વધુમાં નરેશ જોશીએ જણાવ્યું હતું કે, દરરોજ 300થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા સવાર અને સાંજે જમવા માટે આવે છે. અત્યાર સુધી તેમણે જમવાની કોઈ તકલીફ પડે તેવું નથી થવા દીધું, પરંતુ જો આવી જ સ્થિતિ રહેશે તો તકલીફ થઈ શકે છે.

વધુમાં વિદ્યાર્થી વત્સલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. આ કોલેજમાં 6 હોસ્ટેલમાં બ્લોક છે, હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી મોટાભાગના લોકો મેસમાં જ જમવા માટે આવે છે. હોસ્ટેલમાં રહીને મેસમાં જમીએ તો નક્કી હોય છે કે આટલા દિવસના પૈસા આટલા હોય છે, પરંતુ બહાર જઈએ તો પૈસા વધી જાય અને ઘરેથી પૈસા પણ વધારે મંગાવવા પડે, જેથી બીજી તકલીફ પણ ઉભી થઈ જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!