Ahmedabad: ચંદીગઢથી આવતો 64 લાખનો માલ શિવરાત્રિ ટાણે જૂનાગઢ પહોંચે તે પહેલાં PCBએ ખેલ પાડ્યો
Views: 140
0 0

Read Time:3 Minute, 12 Second

હેલ્મેટની આડમાં ગુજરાતમાં દારૂ ઘૂસ્યો, પેટીઓ રાખવા જગ્યા ખૂટી!
ચંદીગઢથી આવતો 64 લાખનો માલ શિવરાત્રિ ટાણે જૂનાગઢ પહોંચે તે પહેલાં PCBએ ખેલ પાડ્યો
ડ્રાઈવરે ટ્રકમાં હેલ્મેટ હોવાનું કહ્યું
બોક્સની તપાસ કરતા દારૂ નીકળ્યો
જૂનાગઢના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, એક હીમાચલ પાસિંગની ટ્રક હાથીજણ સર્કલ તરફથી અસલાલી આવી રહી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છે. બાતમીના આધારે પીસીબીની ટીમે ટ્રકને રોકીને ડ્રાઈવર તેની પૂછપરછ કરી હતી. ડ્રાઈવરનુ નામ જોની બળદેવસિંહ ચંદેલ છે અને તે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના હવાની ગામનો વતની છે. પોલીસે ટ્રકમાં શું છે? તે મામલે જોનીને પૂછ્યુ હતું, ત્યારે તેણે જણાવ્યુ હતું કે, ટ્રકમાં હેલમેટ છે.

અમદાવાદના ફરતે આવેલા એસપી રિંગ રોડ દારૂની હેરફેર માટે વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી બીજી વખત એસપી રિંગ રોડ પરથી પીસીબીની ટીમે 63.86 લાખ રૂપિયાનો દારૂનો જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. હેલમેટની આડમાં દારૂનો જથ્થો પંજાબથી અમદાવાદ થઈને જૂનાગઢ જવાનો હતો, પરંતુ પીસીબીની ટીમે તને ઝડપી પાડ્યો છે. પીસીબીની આ કામગીરીના કારણે નારોલ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

હેલ્મેટ ભરેલી ટ્રક નારોલ પોલીસ સ્ટેશન લાવી હતી. પીસીબીએ એક બાદ એક બોક્સ ખોલીને જોતા પહેલા હેલ્મેટ મળી આવ્યા હતા, પરંતુ હેલ્મેટની આડમાં દારૂની પેટીઓ પણ મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી 63,86,608 રૂપિયાની કિંમતની દારૂની 10749 બોટલો, 5.25 લાખની કિંમતના 1053 હેલ્મેટ, તેમજ 15 લાખ રૂપિયાની ટ્રક સહિત કુલ 84.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પૂછપરછ દરમિયાન સામે આવ્યુ હતું કે, દારૂનો જથ્થો ચંદીગઢથી આવી રહ્યો હતો અને જૂનાગઢ ખાતે પહોચાડવાનો હતો. જૂનાગઢના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. હીમાચલ પ્રદેશના સરકાઘાટ ખાતે રહેતા દીલેરામ શેરસીંગે દારૂનો જથ્થો મોકલી આપ્યો હતો. જૂનાગઢ ટ્રક પહોચી ગયા બાદ બુટલેગર દારૂનો જથ્થો લેવા માટે આવવાનો હતો. પીસીબીએ નારોલ પોલીસ સ્ટેશનમાં જોની, દીલેરામ અને અન્ય જૂનાગઢના બુટલેગર વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!