અમદાવાદના એસ.જી. હાઈવે પર પકવાન ચાર રસ્તાથી ગુરુદ્વારા વચ્ચેના બ્રિજ પર બે લક્ઝરી કાર વચ્ચે અકસ્માત સર્જાયો
Views: 180
1 0

Read Time:1 Minute, 29 Second

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે બેફામ દોડતા વાહનો હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદના હાર્દ સમાન એસ.જી. હાઈવે પર આજે વહેલી સવારે રફતારના રાક્ષસે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. પકવાન ચાર રસ્તાથી ગુરુદ્વારા વચ્ચેના બ્રિજ પર બે લક્ઝરી કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની વિગતો મુજબ, આજે વહેલી સવારે આશરે 4:00 વાગ્યાના સુમારે જ્યારે રસ્તાઓ સુમસામ હતા, ત્યારે પકવાન બ્રિજ ઉતરતી વખતે એક સ્કોર્પિયો અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ઉતરી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે અચાનક બ્રેક મારતા, પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કિયા કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત એટલો ભીષણ હતો કે કિયા કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. જોકે, સદનસીબે અથડામણ થતાની સાથે જ કિયા કારની એરબેગ્સ ખુલી ગઈ હતી, જેના કારણે ચાલકનો આબાદ બચાવ થયો છે. બીજી તરફ, સ્કોર્પિયો ચાલકને આ ટક્કરમાં સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!