યલો ફીવરની રસી માટે નવા કેન્દ્રો ખોલાશે
શહેરના 42 જેટલા જાણીતા ફરસાણના વેપારીઓએ તેલ ચેકિંગનું મશીન વસાવવું પડશે
AMC પેન્શનરોને કેશલેશ સારવાર
ફૂડ ઇન્સ્પેક્ટર ગમે ત્યારે આ હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરશે
AMCના કર્મચારીઓને કેશલેસ સારવારનો લાભ મળશે
ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા એક વોર્ડમાં 42 જેટલાં ફૂડ ઇન્સ્પેક્ટર રહેશે
શહેરીજનોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને બહારનાં વપરાયેલાં તેલ દ્વારા થતાં આર્ટરી બ્લોકેજીસ અને હ્રદયનાં રોગોની સમસ્યા લોકોમાં વધતી જોવા મળી છે. એફએસએસઆઇની ગાઇડલાઇન મુજબ શહેરનાં મોટા અને જાણીતા ફરસાણના વેપારીઓ માટે ટીપીસી મશીન ફરજીયાત પણે વસાવવાની જોગવાઇ મંજૂર કરાઇ છે. જે અંતર્ગત 42 જેટલાં મોટા ફરસારણના વેપારીઓ ટીપીસી (ટોટલ પોલર કાઉન્ટ) મશીન ખરીદી લેવા જણાવવામાં આવ્યું છે. જેમાંથી અત્યાર સુધી 13 જેટલાં એકમોએ આ મશીલ વસાવી લીધાં છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે, અમદાવાદથી આફ્રિકા જતાં લોકો માટે યેલો ફીવરની રસી લેવી ફરજીયાત છે તે માટે એએમસીએ પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં આ રસી આપવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે અમદાવાદનાં 9900 જેટલાં લોકોએ મધ્ય ઝોનનાં આરોગ્ય ભવનમાં યેલો ફીવરની રસી લઇને આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે હવે જે પ્રમાણે અમદાવાદ શહેર 480 ચો.કિ.મીમાં પ્રસરી રહ્યું હોઇ અમે પશ્ચિમ અને પૂર્વનાં વિસ્તારોમાં પણ આ યેલો ફીવરની રસી લોકો લઇ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
ફૂડ વિભાગમાં હાલ 16 જેટલાં ફૂડ સેફ્ટી ઓફિસરો છે અને આવનારી ભરતીમાં 42 જેટલાં નવા ફૂડ સેફ્ટી ઓફિસરોની નિમણૂંક કરવામાં આવશે. જે માટે અત્યાર સુધી 14000 જેટલી એપ્લિકેશન આવી છે, જેની આ મહિને પરીક્ષા લેવામાં આવશે. જે બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા એક વોર્ડમાં 42 જેટલાં ફૂડ ઇન્સ્પેક્ટર રહેશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને ફૂડ વિભાગના વડા ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, જે રેસ્ટોરન્ટ્સ દૈનિક 50થી વધુ લિટરનો તેલ ખાદ્ય ચીજ બનાવવા માટે ઉપયોગ કરે છે તેઓએ ખાસ ફરજીયાત વસાવવાનું રહેશે અને એક રજીસ્ટર મેઇન્ટેન કરવાનું રહેશે. આ રજીસ્ટરમાં રોજનું બળેલું તેલનો રેકોર્ડ રાખવામાં આવશે, આ બળેલાં તેલને ભારત સરકાર દ્વારા નિમણૂંક કરાયેલી 53 જેટલી એજન્સીઓને આ તેલ આપવાનું રહેશે.
55થી 60 હજાર રૂપિયાની કિંમતનું અત્યંત આધુનિક અને સારું મશીન લગાવવા માટે જાણ કરવામાં આવી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટર ગમે ત્યારે આ હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરશે. મશીનનો ઉપયોગ કરી અને ચેકિંગ કરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરશે. લારીઓ પર એએમસીની ટીમ દ્વારા તેમણે વાપરેલાં તેલની તપાસ એએમસીએ વસાવેલા ટીપીસી મશીનથી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કર્મચારીઓનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 24000 જેટલાં રેગ્યુલર કર્મચારીઓ અને 17000 જેટલાં પેન્શનરો છે, આ કર્મચારીઓ માટે બીમારીનાં સમયે એસવીપી હોસ્પિટલમાં કે કેશલેશ સારવારનો લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અગાઉ કર્મચારીઓની સારવારને રીઇમ્બર્સ કરવામાં આવતો હતો, જેમાં તેઓએ સારવારનાં એડવાન્સમાં રૂપિયા આપવાનાં રહેતાં હતાં. પરંતુ આજના તાકીદનાં કામમાં કોર્પોરેશનનાં કર્મચારીઓની ચિંતા કરીને તેમને કેશલેસ સારવારનો લાભ મળશે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તેનો નિર્ણય લેવામાં આવ્યો છે.