કોંગ્રેસે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચા વેચતો એક AI જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મોદીને જોર-જોરથી ‘ચા બોલો, ચા-ચા જોઈએ’ બોલતા દર્શાવવામાં આવ્યા છે. AI વીડિયોમાં PM રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે. તેમની પાછળ ભારત સહિત અનેક દેશોના ઝંડા લાગેલા છે. આમાં ભાજપનો પણ ઝંડો છે. આ AI વીડિયો કોંગ્રેસના પ્રવક્તા ડો. રાગિણી નાયકે પોસ્ટ કર્યો છે. આમાં PMને ચાવાળા તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમના હાથમાં ચાની કીટલી છે. બીજા હાથમાં ગ્લાસ છે.
રાગિણીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું – ‘હવે આ કોણે કર્યું. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ તેને શરમજનક ગણાવ્યું. તેમણે X પર પોસ્ટમાં લખ્યું, ‘નામદાર કોંગ્રેસ OBC સમુદાયમાંથી આવતા કામદાર વડાપ્રધાનને સહન કરી શકતી નથી.
BJP પ્રવક્તા અરવિંદ સિંહે કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી નીચતાના છેલ્લા સ્તર પર ચાલી રહી છે. આ લોકો કોઈપણ વ્યક્તિની ભાવનાઓ સાથે રમી રહ્યા છે.’
‘પીએમની દિવંગત માતાનો AI વીડિયો જાહેર કરવો એ ખૂબ જ મોટું દુર્ભાગ્ય છે. તેમને ખબર નથી કે માતાની ભાવના શું હોય છે, પુત્રની ભાવના શું હોય છે.’
