GTU માં “વિકસિત ભારત યુવા કનેક્ટ” કાર્યક્રમનું આયોજન કરાયું
Views: 112
1 0

Read Time:1 Minute, 51 Second

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં એન.એસ.એસ. વિભાગ દ્વારા “સેવા પખવાડિયા” અંતર્ગત “વિકસિત ભારત યુવા કનેક્ટ” કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમ કેન્દ્રીય યુવા મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ “યુથ આઇકોન” અને કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી નિસર્ગ રાઠોડે હાજરી આપી હતી અને તેઓએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશોની સૂચિમાં સમાવેશ કરવા માટે પ્રધાનમંત્રીશ્રીએ આપેલ પાંચ પ્રણ અને અગિયાર સંકલ્પ બાબતે યુવાનોને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.

આ કાર્યક્રમમાં જી.ટી.યુ. કેમ્પસ સ્થિત વિવિધ એન.એસ.એસ. યુનિટનાં એન. એસ. એસ.નાં સ્વયંસેવકો અને પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ જોડાયા હતા. આ ઉપરાંત એન.એસ. એસ. સ્વયંસેવકોએ માય ભારત પોર્ટલ પર પણ રજીસ્ટ્રેશન કરી “ધ વિકસિત ભારત ક્વિઝ” માં સહભાગી થયા હતા. આ કાર્યક્રમનું સંચાલન એન. એસ. એસ. પ્રોગ્રામ કોર્ડીનેટર શ્રી ભરત વાઢીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને સફળ બનાવવામાં સર્વે એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ એ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સફળ કાર્યક્રમ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ ગજ્જર તથા કુલસચિવશ્રી ડો. કે. એન. ખેર દ્વારા આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!