દશેરા પહેલાં કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
Views: 68
0 0

Read Time:2 Minute, 1 Second

દિવાળી અને દશેરા પહેલાં કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA Hike)માં 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે. બુધવારે કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી. આ સાથે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હવે 55 ટકાથી વધીને 58 ટકા થઈ ગયું છે. આ વધારો 1 જુલાઈ, 2025થી અમલમાં આવશે. આ લાભ 49.2 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.7 કરોડ પેન્શનરને મળશે

કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો વધારો દિવાળી પહેલાં જ ઓક્ટોબરના પગારમાં મળી જશે. આનો અર્થ એ છે કે કર્મચારીઓ માટે નોંધપાત્ર પગારવધારો થશે. આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની ખરીદી ખૂબ જ સારી રીતે કરી શકસે. આ વધારો સાતમા પગારપંચ હેઠળ આવરી લેવામાં આવતાં તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો અને પરિવારના પેન્શનરોને લાગુ પડશે.

₹30,000ના મૂળ પગારવાળા કર્મચારીને દર મહિને વધારાના ₹900 મળશે, જ્યારે ₹40,000ના પગારવાળા કર્મચારીને વધારાના ₹1,200 મળશે. ત્રણ મહિનામાં બાકી રકમ કુલ ₹2,700થી ₹3,600 થશે. તહેવારોની મોસમ દરમિયાન આ એક મોટી રાહત હશે.

વધતી જતી મોંઘવારી છતાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવનધોરણને જાળવવા માટે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થું દર ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI)ના આધારે નક્કી કરવામાં આવે છે અને દર છ મહિને અપડેટ કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!