DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવી જોઈએ
Views: 66
0 0

Read Time:1 Minute, 27 Second

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી કડક વલણ અપનાવ્યું છે. 

બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલન સાધીને કામ કરવા અને પ્રજાલક્ષી સમસ્યાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ, પ્રજાને આકર્ષે એવા મહત્વના વિકાસ પ્રોજેક્ટોને સાંકળીને બજેટ તૈયાર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

DYCM હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન (ગાંધીનગર અને જુનાગઢ સિવાય) માં આગામી 7 દિવસમાં બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટમાં નાગરિકોની દૈનિક સમસ્યાઓનો ઉકેલ અને વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવાની સૂચના આપવામાં આવી છે.

મનપા પદાધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ DYCMએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે, જનતા સુધી સીધી અને ઝડપી સેવા પહોંચે એ જ સરકારની પ્રાથમિકતા છે. પ્રજાને આકર્ષે એવા મહત્વના પ્રોજેક્ટને સાંકળીને બજેટ તૈયાર કરવા સુચના અપાઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!