Read Time:59 Second
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષકદિન નિમિત્તે ગુજરાતના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં નાવિન્યપૂર્ણ રીતે કાર્ય કરનાર 37 શિક્ષકો સાથે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને ‘પ્રેરણા સંવાદ’ સાધ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શિક્ષકોને બિરદાવતાં કહ્યું કે, શિક્ષકોના સમર્પણ-ભાવથી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે શિક્ષકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, આ શિક્ષકોએ શબ્દો થકી નહીં, પરંતુ કાર્ય થકી અન્ય માટે પ્રેરણારૂપ કામ કર્યુ છે. તેમણે ઉમેર્યું કે, કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યની પ્રગતિનો આધાર શિક્ષણ છે.
