Gujarat Budget: ૧૬ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર: ૨૩ દિવસમાં ૨૬ બેઠકો યોજાશે, ૧૭મીએ રજૂ થશે અંદાજપત્ર
Views: 143
0 0

Read Time:2 Minute, 25 Second

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે અને 25 માર્ચ સુધી ચાલશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે. આ સત્રમાં જનહિતની નવી યોજનાઓ અને મહત્વના વિધેયકો પર ચર્ચાઓ થશે.

ગુજરાતના રાજકારણ અને વિકાસની ગતિ નક્કી કરનારા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાનું આગામી બજેટ સત્ર (Budget session) આગામી 16 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રના આયોજન અંગેની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આ સત્ર 25 માર્ચ સુધી ચાલશે.

https://www.instagram.com/reel/DTmXHqckxQq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

16 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 17 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં સામાન્ય બજેટ રજૂ થશે.વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ જાણકારી આપી છે. તારાંકિત પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ અધ્યક્ષ શંકરભાઈએ જાહેર કર્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું 8મા સત્રનું આહ્વાન કર્યું છે. બજેટ સત્ર કુલ 23 દિવસ સુધી ચાલશે, જેમાં વિવિધ કાયદાકીય કામકાજ અને નાણાંકીય ચર્ચાઓ માટે 26 બેઠક યોજાશે. જેમાં સરકારના આગામી વર્ષના વિઝન અને સિદ્ધિઓની રૂપરેખા રજૂ કરવામાં આવશે. ત્યારબાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું અંદાજપત્ર (Budget) રજૂ કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને યુવાઓ માટે મોટી જાહેરાતો થઈ શકે છે. ખાસ કરીને ‘વિકસિત ગુજરાત @2047’ ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જંગી ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત, આ સત્ર દરમિયાન સરકાર કેટલાક મહત્વના વિધેયકો (Bills) પણ રજૂ કરી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!