ગુજરાતે લેન્ડમાર્ક SpaceTech Round Table નું આયોજન કર્યું: ભારતના Space Economy માટે નવાં જોડાણો સ્થાપિત કર્યા
Views: 57
0 0

Read Time:4 Minute, 53 Second

ભારતના વિકસતા Space Economyમાં અગ્રણી બનવાની રાજ્યની મહત્વાકાંક્ષામાં એક મહત્વપૂર્ણ કદમરૂપે “Gujarat SpaceTech Round Table” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના PDEU ના બોર્ડ રૂમમાં યોજાયેલી આ ઇવેન્ટમાં વ્યૂહાત્મક ચર્ચાઓ અને સહયોગી પહેલ માટે મુખ્ય સરકારી અધિકારીઓ, અગ્રણી Space Technology નિષ્ણાતો અને ઉદ્યોગ સાહસિકો એકઠા થયા હતા.

Round Tableની શરૂઆત અનૌપચારિક નેટવર્કિંગ સત્ર સાથે થઈ હતી. Gujarat State Electronics Mission (GSEM)ના મિશન ડાયરેક્ટર, સુશ્રી નેહા કુમારી (IAS)એ ગુજરાતની વ્યાપક SpaceTech પહેલ અને ભારતના સ્પેસ સેક્ટરમાં યોગદાન આપવાની વિઝનરી ભૂમિકા રજૂ કરીને સત્રનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં SAC ISROના શ્રી ડી. કે. પટેલ (Head, DWD/MRG/EPSA) અને IN-SPACe ના Technical Director શ્રી રાજીવ જ્યોતિએ રાષ્ટ્રીય અવકાશ ઉન્નતિ અંગે મહત્ત્વનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.

ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ સુશ્રી પી. ભારતી (IAS) એ વિશેષ સંબોધનમાં સ્પેસ સેક્ટરમાં વૃદ્ધિ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટની રૂપરેખા આપી હતી. મંત્રીશ્રી મોઢવાડિયાએ તેમના વિશેષ સંબોધનમાં સ્પેસ ટેકનોલોજીમાં ઇનોવેશન અને વિકાસને સમર્થન આપવા માટે ગુજરાતના સમર્પણનો પુનરોચ્ચાર કર્યો હતો.

Gujarat State Electronics Mission (GSEM) વિશે Gujarat State Electronics Mission (GSEM) એ ગુજરાત સરકારની એક વ્યૂહાત્મક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય Electronics, Semiconductor, અને SpaceTech manufacturing માટે વિશ્વસ્તરીય ઇકોસિસ્ટમ બનાવવાનો છે. GSEM એ ગુજરાતને Electronic System Design and Manufacturing (ESDM), semiconductor fabrication, અને SpaceTech innovation માટે અગ્રણી રાષ્ટ્રીય હબ તરીકે સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મિશન દ્વારા, રાજ્ય વૈશ્વિક રોકાણો આકર્ષવા, અદ્યતન સંશોધનને પ્રોત્સાહન આપવા અને અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને સક્ષમ કરવા માંગે છે, જે ભારતના તકનિકી વિકાસને વેગ આપશે.

શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે,મજબૂત પોલિસી ફ્રેમવર્ક, ઉદ્યોગ ભાગીદારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સાથે, GSEM ગુજરાતના ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર લેન્ડસ્કેપમાં વ્યવસાયો, ઇનોવેટર્સ અને રોકાણકારોને ખીલવા માટે તકો પૂરી પાડવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.વડાપ્રધાનશ્રીની લીડરશીપમાં ઇન્ડિયા બદલાઇ રહ્યું છે.દેશમાં પહેલા અધિકારીઓ ઓફિસ અવર્સ પછી ફોનનો જવાબ નહોતા આપતા.આજે માત્ર ૧૦ મિનિટમાં રાત્રે જવાબ મળી જાય છે. અધિકારીઓ સામેથી ફોલોઅપ લે છે. આ ન્યૂ ઇન્ડિયા છે.

આ ઇવેન્ટમાં industry interactionમાં કંપનીઓના પરિચય અને ઓપન-હાઉસ ચર્ચાઓ દ્વારા ઉદ્યોગના હિતધારકો અને સરકારી સંસ્થાઓ વચ્ચે સીધો સંવાદ થયો હતો.

ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી, વન અને પર્યાવરણ, મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની ગરિમામય ઉપસ્થિતિમાં, ગુજરાત સરકારે Optimized Solutions, Catalyx, Piersight Space, Spantrik, Satleo Lab, અને Orbit Space જેવી છ અગ્રણી SpaceTech કંપનીઓ સાથે Memoranda of Understanding (MoUs) પર હસ્તાક્ષર કર્યા હતા. જે મજબૂત SpaceTech ecosystem માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સુશ્રી નેહા કુમારીએ કાર્યક્રમના મુખ્ય નિષ્કર્ષો અને ભાવિ સહયોગ માટેના આગામી પગલાંઓની સમજૂતી સાથે Round Table નું સમાપન કર્યું હતું.

મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ અધ્યક્ષ પદે – હાઈ ઈમ્પેક્ટ Business-to-Government (B2G) બેઠક યોજાઈ હતી. આ બેઠકે ઉદ્યોગ જગતના નેતાઓ અને રાજ્ય સરકાર વચ્ચે ગુજરાતના સ્પેસ સેક્ટર માટેના વ્યૂહાત્મક વિઝનને અમલમાં મૂકવા માટે ઊંડા જોડાણનું મંચ પૂરું પાડ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!