આવતીકાલે વિશ્વ ઉમિયાધામ ખાતે ‘યુવા બિઝનેસ મહાસંમેલન’નું ગૃહ મંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન
Views: 112
1 0

Read Time:2 Minute, 54 Second

28 ડિસેમ્બરે ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
ગ્લોબલ નેટવર્કિંગની સુવર્ણ તકવિશ્વ ઉમિયા ધામના યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે
ગુજરાત ભરમાંથી 15,000 યુવા બિઝનેસમેન સામેલ થશે
અમેરિકા કેનેડા બ્રિટન ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પાટીદાર બિઝનેસમેન પધારશે
મુખ્યમંત્રી સહિત પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 28 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને ‘વિલેજથી વિદેશ’ સુધી બિઝનેસ નેટવર્ક સ્થાપિત કરવાનો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ની મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના જાસપુર સ્થિત ‘વિશ્વ ઉમિયાધામ’ ખાતે આયોજિત ઐતિહાસિક ‘યુવા બિઝનેસ મહાસંમેલન’માં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આશરે 20,000 જેટલા યુવા ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને ‘વિલેજથી વિદેશ’ સુધી બિઝનેસ નેટવર્ક સ્થાપિત કરવાનો છે.

આ મહાસંમેલન માત્ર સ્થાનિક પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈ જેવા સાતથી વધુ દેશોના પાટીદાર ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરશે. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ઉમિયા માતાજીના મંદિરના નિર્માણની સાથે સામાજિક અને આર્થિક વિકાસના નવા અધ્યાય તરીકે આ સંમેલનને જોવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ખાસ ડિજિટલ એપ્લિકેશન અને VVIP પાર્કિંગ સહિતની હાઈટેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!