રાજ્યભરમાં 15 દિવસ ટ્રાફિક ડ્રાઈવ યોજાશે જેમાં 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે
https://www.instagram.com/reel/DVK8yGnk8br/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
રાજ્યના પોલીસ વડા દ્વારા ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યો છે, અકસ્માતોને અંકુશમાં લાવવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને કાળા કાચ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેમાં હેલ્મેટ ન પહેરનાર અને ઓવર પેસેન્જર ભરેલા વાહનના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ-અલગ વિસ્તારોમાં આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે, રોંગ સાઈડ, વાહનોમાં ગેરકાયદે LED લાઈટ હશે તેવા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે જાહેર રોડ પર થયેલા અનઅધિકૃત પાર્કિંગને લઈ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમો તોડનાર વિરુદ્ધ કાર્યવાહી કરશે.
રાજ્યમાં આજથી 15 દિવસ સુધી ટ્રાફિક ઝૂંબેશ ચલાવવા માટે તમામ પોલીસ કમિશનર અને એસપીને સૂચના આપવામાં આવી છે. કામગીરીનો દૈનિક રીપોર્ટ વડી કચેરીને મોકલવાનો આદેશ કરાયો છે. વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવ, ઓવર પેસેન્જર, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચ, હેલ્મેટનો અભાવ, ગેરકાયદેસર LED લાઈટ,અનધિકૃત પાર્કિંગ સહિતના ટ્રાફિક ભંગ સામે કાર્યવાહી કરાશે.