ભારતકૂલ, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ધર્મના શાશ્વત મૂલ્યોને ઉજવવાની પહેલ છે જેની ભવ્ય સફળતા બાદ ભરતકુલ અધ્યાય–2 સાથે પાછું આવી રહ્યું છે.12 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં યોજાનાર આ ત્રણ દિવસીય ઉત્સવ કલા, સાહિત્ય, સંગીત, સંવાદ અને અનુભવાત્મક કાર્યક્રમો દ્વારા ભારતની સાંસ્કૃતિક ઓળખને જીવંત, સંરક્ષિત અને પ્ર
દર્શિત કરવાનો હેતુ ધરાવે છે, જેમાં પરંપરા અને આધુનિક અભિગમનું સુસંગત સંયોજન જોવા મળશે.
ઉત્સવમાં ચર્ચા-સંવાદ, કવિ સંમેલન, કવયિત્રી સંમેલન, ઓસમાણ મીરની સંગીત રાત્રિ, આશરે 60 કલાકારોની ચિત્રકલા અને શિલ્પકલાના પ્રદર્શનીનો સમાવેશ છે. આ કાર્યક્રમો દર્શકોને ભારતની કલાત્મક, સાહિત્યિક અને આધ્યાત્મિક વારસાનો ગહન અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
ઉત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ પ્રસંગે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શ્રી જ્ઞાનવત્સલ સ્વામી તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
પ્રખ્યાત લેખકો, કવિઓ અને વકતાઓના સત્રો યોજાશે. જેમાં પદ્મશ્રી કવિ તુષાર શુક્લ, ભાગ્યેશ જહા, હાસ્યલેખક શાહબુદ્દીન રાઠોડ, જય વસાવડા, બ્લોકબસ્ટર લેખક નિરન ભટ્ટ, રામ મોરી, જયેન્દ્રસિંહ જાદવ, જગદીશ ત્રિવેદી અને રામેશ્વરબાપુ હરિયાણી સામેલ છે. સાથે જ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની પૂર્ણ ટીમ પણ હાજર રહેશે અને દર્શકો સાથે સંવાદ કરશે.
આ કાર્યક્રમ ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત અને ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રયોજિત કરવામાં આવ્યો છે આ ઉપરાંત મુખ્ય પ્રાયોજકો અદાણી, GMDC, GIDC, RARU, RHETAN અને સહ-પ્રાયોજકો ગુજરાત સાહિત્ય અકાદમી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે. ભારતકૂલ અધ્યાય–2 ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજવવાનો એક વિશેષ પ્રસંગ બનશે, જે સમુદાયોને જોડશે, નવી પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્રની કલાત્મક અને આધ્યાત્મિક વારસાની ઊંડાઇને વધુ માણવા માટે પ્રેરિત કરશે.
About BharatKool:
BharatKool is a cultural initiative dedicated to celebrating India’s heritage, arts, and the timeless values of Sanatan Dharma. Through festivals, exhibitions, performances, and immersive experiences, BharatKool aims to preserve and promote India’s cultural identity, inspire younger generations, and create meaningful engagement with the nation’s artistic, literary, and spiritual legacy.
