સુરત SBCના 70 થી વધુ સભ્યોએ ડભારી બીચ પર બાઈક્સ દ્વારા રેતી પર ‘રામ’ નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી
Views: 96
0 0

Read Time:2 Minute, 43 Second

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પાવન અવસરે આખો દેશ રામમય બન્યો છે. જેથી સુરતમાં પણ ઠેર-ઠેર શોભાયાત્રા અને ભંડારાના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે સુરતના યુવા બાઈકર્સે પોતાની આસ્થા પ્રગટ કરવા માટે એક સાવ અલગ અને આધુનિક રસ્તો અપનાવ્યો હતો. સુરત બાઈકિંગ કમ્યૂનિટી (SBC)ના 70 થી વધુ સભ્યોએ ઓલપાડ સ્થિત ડભારી બીચ પર એકત્ર થઈને પોતાની બાઈક્સ દ્વારા રેતી પર ‘રામ’ નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી.

વહેલી સવારના રમણીય વાતાવરણમાં ડભારી બીચના કિનારે આ અદભૂત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. રેતી પર વિશાળ અક્ષરોમાં ‘રામ’ લખવા માટે બાઈક્સનું અંતર અને તેની ગોઠવણી ખૂબ જ પડકારજનક હતી. જોકે, બાઈકર્સના સચોટ આયોજન અને પરસ્પર સમન્વયના કારણે આ આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવામાં આવી હતી. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે આકાશમાંથી કોઈ કલાકારે રેતી પર ચિત્ર દોર્યું હોય તેવું લાગતું હતું.

https://www.instagram.com/reel/DWVxcsAE-Op/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આ આયોજન અંગે વાત કરતા સુરત બાઈકિંગ કમ્યૂનિટીના પિનાંક મશરૂવાલાએ જણાવ્યું હતું કે, આજે રામનવમીનો મહાપર્વ છે અને વિશ્વભરના 120 કરોડ સનાતનીઓ આ દિવસને ઉત્સાહભેર ઉજવે છે. અમે કંઈક એવું કરવા માંગતા હતા. જે આજના યુવાનોને આકર્ષે અને સાથે-સાથે આપણી પરંપરા અને આસ્થાને પણ ઉજાગર કરે.

રામનવમીની રજા હોવાથી ડભારી બીચ પર સવારથી જ સહેલાણીઓની અવરજવર હતી. જ્યારે લોકોએ જોયું કે 70 જેટલા યુવાનો શિસ્તબદ્ધ રીતે બાઈક્સ ગોઠવીને ‘રામ’ નામ રચી રહ્યા છે, ત્યારે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ભક્તિભાવ અને ઉત્સાહના માહોલ વચ્ચે અનેક લોકોએ આ અદભૂત નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ બાઈકર્સની આ રામભક્તિની તસવીરો અને વીડિયો અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!