Read Time:1 Minute, 41 Second
મુંબઈ મેયરપદની ચૂંટણી બાદ ચાલી રહેલા રાજકીય સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ મહત્વપૂર્ણ પદ માટે રીતુ તાવડેના નામને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. રીતુ તાવડે બીજેપીમાંથી છે. આવુ પહેલીવાર બનશે જ્યારે બીજેપીમાંથી કોઇ મુંબઇના મેયર બન્યા હોય. જ્યારે બીએમસીના ડેપ્યુટી મેયર શિવસેનામાંથી છે. તેમનું છે સંજય શંકર ઘાડી.
- રીતુ તાવડે ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર છે.
- રીતુ તાવડે 2012માં વોર્ડ નંબર 127માંથી જીત્યા હતા.
- તેઓ પહેલી વાર 2017માં ઘાટકોપરના વોર્ડ નંબર 121માંથી ચૂંટાયા હતા.
- ત્યારબાદ, 2025ની ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર 132માંથી જીત્યા હતા.
- તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.
BMC દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તેથી તેના મેયરનું રાજકીય મહત્વ ખૂબ જ વધારે છે. આ પદને લઈને લાંબા સમયથી રાજકીય દાવપેચ અને વ્યૂહાત્મક બેઠકો ચાલી રહી હતી.. ભાજપના મેયર પદના નામાંકન પછી વિપક્ષી પક્ષો તેમની રણનીતિ બદલશે તેવી અપેક્ષા છે. મહિલા મેયરની પસંદગી ભાજપ માટે મોટો રાજકીય ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.