ડ્રાઇવર વિના સુરતના રસ્તા પર દોડતી “ભૂતિયા સાયકલ”ને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા
Views: 42
0 0

Read Time:4 Minute, 16 Second

સુરતના રસ્તા પર દોડતી ‘ભૂતિયા સાયકલ’એ ગામ ગાંડુ કર્યું
ત્રણ મહિનાની મહેનત અને AIના જાદુથી ચાલક વગર પેડલ લાગે છે અને વળાંક પણ લે છે
ટેકનોલોજી જોઈ લોકો દંગ
યુવકની ત્રણ મહિનાની મહેનત અને AIનો જાદુ
ધડ વગર પગથી સાયકલ ચાલતાં જોઈને લોકો ચોંક્યા.
યુવકે ત્રણ મહિના મહેનત કરીને એઆઈ સાયકલ બનાવી.
ભૂતિયો અહેસાસ કરાવતું એનિમેટેડ પેડલિંગ
‘બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા’
મોબાઇલ એપ અને રિમોટથી સંચાલન થાય છે
સાયકલને એપ્લિકેશન અને રિમોટ કંટ્રોલથી ચલાવી શકાય છે.
દસ વર્ષથી અલગ-અલગ ઇનોવેશન પર કામ

વિજ્ઞાન અને કલાના અનોખા સંગમથી સુરતના એક યુવા ઇનોવેટરે ફરી એકવાર આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર ‘ક્રિએટિવ સાયન્સ’ તરીકે જાણીતા શિવમ મૌર્યએ એક એવી સાયકલ બનાવી છે જે ચાલક વગર રસ્તા પર દોડે છે. આ સાયકલને જોતા એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ચલાવી રહી છે, જેના કારણે લોકો તેને ‘ઘોસ્ટ સાયકલ’ તરીકે ઓળખાવી રહ્યા છે.

https://www.instagram.com/reel/DXbJu7xk2tq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

શિવમ મૌર્ય ડિજિટલ દુનિયામાં જાણીતું નામ છે. તેમની યુટ્યુબ ચેનલ ‘Creative Science’ પર 20 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ પહેલા પણ તેઓ ડ્રાઈવર વગરની ‘ગરુડા AI બાઇક’ બનાવીને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂક્યા છે. શિવમના મતે, આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં કોન્ટેક્ટલેસ ડિલિવરી, મોટા કેમ્પસમાં સિક્યુરિટી પેટ્રોલિંગ અને પ્રદૂષણ મુક્ત સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય તેમ છે.

https://www.facebook.com/share/r/18bY2hrtYk

શિવમ મૌર્ય અને તેમના સાથી ગુરપ્રીત અરોડાએ સતત 3 મહિનાની સખત મહેનત બાદ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સાયકલ તૈયાર કરી છે. અંદાજે 35 હજાર રૂપિયાના ખર્ચે બનેલી આ સાયકલ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતાનો નમૂનો છે. આ સાયકલ રસ્તા પર પોતાની જાતે સંતુલન જાળવે છે અને પૂર્વ-નિર્ધારિત રસ્તા પર કોઈ પણ માનવીય મદદ વગર ચાલે છે.

આ પ્રોજેક્ટની સૌથી આકર્ષક બાબત તેનું પેડલિંગ મિકેનિઝમ છે. સાયકલમાં માણસના પગ જેવું જ એક સ્ટ્રક્ચર ગોઠવવામાં આવ્યું છે. જ્યારે સાયકલ ચાલે છે ત્યારે તે પગ બિલકુલ કુદરતી રીતે પેડલ મારતા હોય તેવું દેખાય છે.

શિવમ જણાવે છે કે, જ્યારે અમે આ સાયકલને રસ્તા પર ટેસ્ટિંગ માટે લઈ ગયા, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ખાસ કરીને બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા, કારણ કે સાયકલ પર કોઈ બેઠું નહોતું છતાં પેડલ જાતે ફરી રહ્યા હતા.

આ ‘ઘોસ્ટ સાયકલ’ ત્રણ અલગ-અલગ રીતે નિયંત્રિત કરી શકાય છે. તેને સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા ઓપરેટ કરી શકાય છે, રિમોટ કંટ્રોલથી ચલાવી શકાય છે અથવા ચોક્કસ રૂટ માટે કોડિંગ (AI મેપિંગ) કરીને તેને સંપૂર્ણ ઓટોમેટિક મોડ પર મૂકી શકાય છે. તેમાં લગાવેલા સર્કિટ્સ અને સેન્સર્સ તેને રસ્તા પર વળાંક લેવામાં અને અડચણો ઓળખવામાં મદદ કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!