અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલેવ, અર્બન ડેવલોપમેન્ટ, રોડ ઇન બિલ્ડિંગ અને રેવન્યૂ સહિતના વિવિધ વિભાગોના કુલ 22 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નિકોલમાં PM નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં લોકોને સંબોધન કરશે. જેને લઇને સમગ્ર નિકોલને લાઇટિંગથી શણગારવામાં આવશે. નિકોલ વિસ્તારમાં 22 જેટલા સર્કલોને લાઈટથી શણગારવામાં આવશે. PM મોદીને આવકારતા વિવિધ બેનરો પણ લગાવવામાં આવશે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વિવિધ થીમ સાથેના બેનરો નિકોલ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવશે.
પૂર્વ વિસ્તારમાં બ્રિજો અને બિલ્ડિંગોને પણ લાઇટિંગથી સજાવવામાં આવશે. PM મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી અલગ અલગ 12 જેટલા સ્ટેજ બનાવવામાં આવશે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
તો બીજી તરફ PM મોદી નિકોલમાં જાહેર સભાને સંબોધન કરવાના છે. જેને લને AMC અને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવશે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે. આ ઉપરાંત PM મોદી એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી અલગ અલગ 12 જેટલા સ્ટેજ બનાવાશે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
PM મોદી દ્વારા 2,801 કરોડના લોકાર્પણ અને 2,676 કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં રેલવે પ્રોજેક્ટ અંતરગત મહેસાણાથી પાલનપુરની 65 કિમીની રેલ લાઈન ડબલિંગ અને બેચરાજીથી રણુજા સુધી 40 કિમીની રેલ લાઈનના ગેજ કન્વર્ઝેશનનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદથી રાજકોટ રેલવે લાઇન પર વિરમગામના સોકલી નજીક 70 કરોડના રેલવે અંડરબ્રિજ બનાવવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચાંદખેડામાં 66 કેવી સબ સ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે.
અમદાવાદના શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઈન નાખવાના 110 કરોડના કામ, ચાંદખેડા અને નારણપુરામાં 50 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત થશે. ઔડા દ્વારા 1,500 કરોડથી વધુના ખર્ચે ઔડાના રોડને સિક્સલેન બનાવવામાં આવશે જેની પણ કામગીરીનું ખાતમુહૂર્ત કરશે.
શહેરના વાડજના રામાપીર ટેકરા ખાતે 133.42 કરોડના ખર્ચે બનાવેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. સીજી રોડ અને લો ગાર્ડનની આસપાસનો 6.6 કિમીના વિસ્તારને 100 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરાશે. જેમાં સ્કલ્પચર, પ્લે ગાર્ડન એરીયા, ફૂટપાથ, પ્લેસ મેકિંગ સાથે બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે.
અમદાવાદના સૌથી મોટા કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટ અંતર્ગત અસારવા વિસ્તારમાં અમરસિંહ ચૌધરી રેલવે ઓવરબ્રિજ (અસારવા રેલવે ઓવરબ્રિજ) 66 કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા બનાવવામાં આવશે. આ ઓવરબ્રિજની કામગીરી અંગેનું ખાતમુહૂર્ત કરશે. કોર્પોરેશન દ્વારા આ કામગીરી ખાતમુહૂર્ત થયાના એક મહિનામાં શરૂ કરવામાં આવશે. ગિરધરનગર પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે જેથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. જેની કામગીરી પૂર્ણ થયા બાદ આ બ્રિજની કામગીરી શરૂ થશે જેથી લોકોને અવરજવરમાં તકલીફ પડી શકે નહીં. આ બ્રિજ નવો બનાવાથી 1.50 લાખ વાહનચાલકોને લાભ મળશે.
