PM નરેન્દ્ર મોદી શનિવારે આસામની મુલાકાતે છે. PM ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા અને ત્યારબાદ વાયુસેનાના C-130 વિમાનમાં બેસીને દિબ્રુગઢના મોરન બાયપાસ ખાતે ELF માટે રવાના થયા.
દિબ્રુગઢમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે મંચ પર પીએણ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ. પીએમ મોદી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઉતર્યા.
PMનું વિમાન દિબ્રુગઢ નજીક મોરન બાયપાસ પર ELF એરસ્ટ્રીપ પર ઉતર્યું. આ એરસ્ટ્રીપ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે તે ચીન સરહદથી માત્ર 300 કિમી દૂર છે.
ELFને ખાસ કરીને વાયુસેના દ્વારા નોર્થ-ઈસ્ટ ભારતમાં ઈમરજન્સી દરમિયાન લશ્કરી અને સિવિલ વિમાનોના લેન્ડિંગ અને ઉડાનમાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ELF કુદરતી આફતો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ દરમિયાન નોર્થ-ઈસ્ટમાં બચાવ અને રાહત કામગીરીને ઝડપી બનાવશે.
PMની હાજરીમાં, રાફેલ અને સુખોઈ સહિત 16 ફાઇટર જેટ ELF ખાતે એરિયલ શો કરી રહ્યા છે. આ દરમિયાન, વિમાન હાઇવે પરથી જ લેન્ડિંગ અને ટેકઓફનું પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન લગભગ 30-40 મિનિટ ચાલશે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોદીનું સ્વાગત કર્યુ
છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીનો આ ત્રીજો આસામ પ્રવાસ છે. રાજ્યમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આસામમાં 2016 થી સતત બે વાર NDA ની સરકાર બનતી આવી છે. આ પહેલા 2001–2016 સુધી કોંગ્રેસની સરકાર હતી.
મોરાન એરસ્ટ્રીપ NH-127ના 4.4 કિલોમીટર લાંબા ભાગ પર બનાવવામાં આવી છે. આ ભારતની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) છે, જે સેના અને સિવિલ વિમાનો બંને માટે ઉપયોગમાં લઈ શકાય છે.
ELFનો અર્થ છે કે યુદ્ધ અથવા ઈમરજન્સીની સ્થિતિમાં વિમાનો હાઇવે પર ઉતરી શકે છે અથવા ઉડાન ભરી શકે છે. આનાથી રસ્તાનો બેવડો ફાયદો થાય છે. રોજિંદા ટ્રાફિકની સાથે-સાથે સૈન્ય જરૂરિયાતો માટે પણ. આ એરસ્ટ્રીપ પૂર્વોત્તરના વ્યૂહાત્મક મહત્વને વધારે છે, કારણ કે આ ક્ષેત્ર ચીનની સરહદને અડીને આવેલું છે.