અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
Views: 178
0 0

Read Time:3 Minute, 49 Second

બોર્ડ પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષા
ધો-10ના 45 હજારથી વધુ વિદ્યાર્થીઓને લિંક મોકલી હોલ ટિકિટ ડાઉનલોડ કરાવી
તિલક કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ અપાયો
તણાવ-ભય દૂર કરવા પ્રયાસ
વિદ્યાર્થીઓમાં તણાવ-ભયનો માહોલ દૂર કરવાનો પ્રયાસ
બોર્ડની પરીક્ષા જેવી પદ્ધતિથી જ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન
પ્રિ-બોર્ડની પરીક્ષાથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે: વિદ્યાર્થિની
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ: શહેર DEO

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષા અંગેનો ભય દૂર કરવો અને તેમને બોર્ડની પરીક્ષા પદ્ધતિથી સંપૂર્ણ રીતે વાકેફ કરાવવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવામાં આવી છે. આજથી આગામી 22 જાન્યુઆરી સુધી આ પરીક્ષા ચાલશે. જેમાં 47 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓનું તિલક કરી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

બોર્ડની પરીક્ષા નજીક આવતાં ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં તણાવ અને ભયનો માહોલ જોવા મળતો હોય છે. ખાસ કરીને પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે ડરના કારણે સરખી તૈયારી પણ કરી શકતા નથી. જેના કારણે તેઓ પોતાની તૈયારી હોવા છતાં સારું પ્રદર્શન પરીક્ષા સમયે કરી શકતા નથી. તેમજ બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા, સમય નિયંત્રણ, જવાબ લખવાની પદ્ધતિ જેવી બાબતો અંગે અજાણ હોવાના કારણે વિદ્યાર્થીઓ ઘણી ભૂલો કરતા હોય છે. આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષા મહત્વપૂર્ણ સાબિત થાય છે.

ધોરણ 10ની વિદ્યાર્થિની તન્વી ચુડાસમાએ જણાવ્યું હતું કે, પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષા આપવાથી અમને તેનો અનુભવ થશે. પ્રિ-બોર્ડ પરીક્ષાના કારણે અમને ઘણો ફાયદો થવાનો છે. જેથી અમે કોઈપણ માનસિક તણાવ વગર બોર્ડની પરીક્ષા આપી શકીશું. પરીક્ષામાં શું કરવું તેનો ડર રહેતો હોય છે. પ્રિ-બોર્ડ દ્વારા ખબર પડશે કે કેવી રીતે બોર્ડની પરીક્ષા આપી શકાય તેની પદ્ધતિ શું છે તેનો ખ્યાલ આવશે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સતત ચોથા વર્ષે જે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપતા હોય છે. તેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અમદાવાદ શહેરની 551 જેટલી શાળાઓમાં 47,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!