રાજકોટના જંગવડ પાસે અકસ્માત થયો છે, જેમા 3 વિધાર્થીઓના મોત થયા છે, કાર પરથી સ્ટેયરિંગ કાબુ ગુમાવતા કારે પલટી મારી અને 3 લોકોના મોત થયા છે.
રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે કારનો ગંભીર અકસ્માત થયો છે. ઇનોવા કાર પલ્ટી જતા રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. મૃતકમાં આંધ્રપ્રદેશના નરેશ સુબ્બારાવ, તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદનો સમાવેશ થાય છે. ત્રણેય વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષની છે. વિદ્યાર્થીઓ ઇનોવા કાર ભાડે કરી દીવ જતા હતા, ત્યારે રસ્તામાં કાળ ભેંટ્યો છે. આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા છે.
આર.કે. યુનિવર્સિટની વિધાર્થીઓ હતા અને કારમાં કુલ 10 લોકો સવાર હતા જેમાંથી 3 લોકોના મોત થયા છે, અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, રાજકોટથી દીવ રજાઓમાં ફરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને લઈને જતી કારના ચાલકે બેલેન્સ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો છે, ગાડીની અંદર 10 જેટલા લોકો સવાર હતા, કેટલાકને મૂઢમાર પણ વાગ્યો છે.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે, મૃતદેહ જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે અન્ય વિધાર્થીઓના નિવેદન પણ લીધા છે, કાર ફુલ સ્પીડમાં હોય અને આ ઘટના બની હોય તેવો અંદાજ પોલીસ લગાવી રહી છે. ત્રણેય વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષની છે. વિદ્યાર્થીઓ ઇનોવા કાર ભાડે કરી દીવ જતા હતા, ત્યારે રસ્તામાં કાળ ભેંટ્યો છે. આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા છે.
