ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા અને સેન્ટ્રલ વિસ્ટામાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સરદાર પટેલની 150મી જન્મ જયંતીને લઈ પીએમ મોદી એકતા દિવસના શપથ પણ લેવડાવ્યાં હતા સાથે સાથે ગાંધીનગરમાં પણ નગરજનો અને પોલીસે એકતા દિવસ નિમિતે શપથ લીધા હતા, આ કાર્યક્રમમાં લોકો રન ફોર યુનિટીમાં જોડાયા હતા અને ગાંધીનગરના કલેકટર અને મેયર પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે સાડા સાત કલાકે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી ‘રન ફોર યુનિટીની શરૂઆત થઈ હતી. એકતા દિવસ રેલીના આયોજનને લઈ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. કલેક્ટરે જિલ્લાના રહેવાસીઓને એકતા અને અખંડિતતાના આ પર્વ નિમિત્તે યોજાનાર પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.
