Surat: ઉધના વિસ્તારમાં એક પ્લાસ્ટિકના કારખાનામાં આજે બોઇલર ફાટવાની ઘટનાથી આગ લાગતાં અફરાતફરી મચી ગઈ
Views: 184
0 0

Read Time:1 Minute, 30 Second

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં આજે બોઇલર ફાટવાની ઘટનાથી આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. ઘટનામાં ઓછામાં ઓછા 5 કર્મચારી દાઝી ગયા છે, જેમને તાત્કાલિક રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી જાણકારી પ્રમાણે, બોઇલર ફાટતા કારખાનામાં આગ લાગી હતી જેથી કારખાનાના અંદર ઉપસ્થિત કર્મચારીઓ દાઝી ગયા હતા. 5થી વધુ દાઝી જતા રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા હતા

https://www.instagram.com/reel/DTrkverk-P9/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે 5 ફાયર સ્ટેશનોની 8થી વધુ ફાયર ગાડીઓ પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ફાયરબ્રિગેડે પાણીના મારો ચલાવી આગને કાબૂમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. રેસ્ક્યુ ઓપરેશનમાં દાઝી ગયેલા કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અહીંની આરંભિક વિગતો અનુસાર આગ બોઇલરની ફાટવાથી લાગી હતી, પરંતુ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં અફરા તફરી મચી ગઇ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!