સુરતના એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ‘હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન’ ડ્રગ્સની ફેક્ટરીનો સુરત SOGએ પર્દાફાશ કર્યો
Views: 151
0 0

Read Time:4 Minute, 12 Second

સુરતમાં ફૂડ ટેસ્ટિંગની આડમાં 3 યુવક બનાવતા હતા ડ્રગ્સ, SOGએ 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ‘ક્રિસ્ટલ મેથ’ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ
શોપિંગ મોલમાં MD ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ!
સુરતમાં ફૂડ ટેસ્ટિંગની આડમાં 3 યુવક બનાવતા હતા ડ્રગ્સ
SOGએ 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
લંડન કનેક્શન ખૂલતાં પોલીસ ચોંકી
જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી
‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી’માં દરોડા પાડ્યા
ડ્રગ્સ ફેક્ટરીનો માસ્ટરમાઇન્ડ લંડનમાં બેસીને નેટવર્ક ઓપરેટ કરે છે
આ રેકેટનો સૌથી ચોંકાવનારો વળાંક ‘લંડન કનેક્શન’ તરીકે સામે આવ્યો

આ સમગ્ર પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી, 2026ના રોજ થઈ હતી, જ્યારે SOGએ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભુપતભાઇ ઠુમ્મરને 236.780 ગ્રામ MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હકીકત સામે આવતા SOGની અલગ-અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય ‘લંડન કનેક્શન’ ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારીસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનીશિયન સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે.

લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડના ઈશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચઢાવવાના આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

તપાસના તાર પર્વત પાટીયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારીસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા. અહીં ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરી’માં SOGએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો. ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું.

આ રેકેટનો સૌથી ચોંકાવનારો વળાંક ‘લંડન કનેક્શન’ તરીકે સામે આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું. વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે, જેમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!