શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતીમાં કર્મચારી આવાસનું લોકાર્પણ કરાયું
Views: 62
0 0

Read Time:2 Minute, 22 Second

માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવરંગપુરા અમદાવાદ ખાતે નવનિર્મિત સી કક્ષાના ૪૪ સરકારી આવાસ લોકાર્પણ પ્રસંગે મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ માટે સારા અને સુરક્ષિત નિવાસીની વ્યવસ્થા સરકાર દ્વારા કરાઇ રહી છે. કર્મચારીઓના પરિવારના હિત માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

શ્રીમતી વાઘેલાએ ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નેરન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છેકે, દરેક નાગરિકને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ આવાસ યોજના તળે નાગરિકોના સ્વપ્ન સાકાર થઇ રહ્યા છે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ દ્વારા અમદાવાદમાં આવાસ યોજના લોકાર્પણ કરવાથી અંતર્ગત અનેક ગરીબોને ઘરના ઘર મળ્યા છે તેવું આ તકે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ સરકારી કર્મચારીઓના પરીજનોને સુવિધા યુ્કત સગવડ મળી રહી છે તેમ જણાવી કર્મચારીઓ દ્વારા પણ નાગરિકોના હકારત્મક કામ કરવા પણ અનુંરોધ કર્યો હતો.

અમદાવાદમાં સરકારી કર્મચારીઓને આવાસ મળી રહે તે માટે કે કોલોની,સીજી રોડ ખાતે સી કક્ષાના ૪૪ સરકારી આવાસોનું લોકાર્પણ કર્યું હતું જેમાં તમામ પ્રકારની સુરક્ષા,સલામતી અને પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુંભાવોના હસ્તે સરકારી આવાસની ફાળવણીના હુકમ એનાયત કરવમાં આવ્યા હતા.

આ કાર્યક્રમાં ધારાસભ્યશ્રી અમીતભાઇ શાહ, માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર રીયાબેન મોદી, મહાનગરપાલિકાનો કોર્પોરેટરો,કાર્યપાલક ઇજનેર જે.બી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર પરેશ કાવર સહિત સરકારી કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!