ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે 5 હજાર જરૂરીયાતમંદોને નવા કપડા આપવામાં આવ્યા
Views: 85
2 0

Read Time:2 Minute, 6 Second

પ્રકાશનો તહેવાર આપણા જીવનને પ્રકાશિત કરે છે, ત્યારે ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દરેકને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવે છે. આનંદ અને દાન આપવાની ભાવનામાં, અમને અમારી દિવાળીની ઉજવણી તમારી સાથે શેર કરવામાં આનંદ થાય છે.

પ્રમુખ શ્રી વિજયભાઈ પુરોહિતની પ્રેરણાથી દરેક વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સંસ્થા ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને 5000 થી વધારે નવા કપડાં પ્રદાન કરી હૂંફ અને ગૌરવ ફેલાવી રહ્યા છીએ.
તહેવારોને મધુર બનાવવા માટે,અને ચહેરા પર સ્મિત લાવવા માટે મીઠાઈના 1,000 થી વધુ બોક્સનું વિતરણ ભાઈઓ તથા બહેનો ને કરી રહ્યા છીએ.

આ વિતરણના કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા તેમજ મણીનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ જોડાયા હતા.

સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને સોશિયલ એક્ટિવિટી ચેરમેન શ્રી અર્પણભાઈ શાહ તેમજ સોશિયલ એક્ટિવિટી ટીમના પ્રયત્નોથી અને એસોસિએશનના તમામ સભ્યોના સહકારથી આ રીતે વસ્ત્ર અર્પણ અભિયાન તેમજ મીઠાઈનું વિતરણ દર વર્ષે એસોસિએશન દ્વારા દિવાળી ના પાવન તહેવારમાં કરવામાં આવે છે.

આ દિવાળી તમારા જીવનમાં પ્રકાશ, પ્રેમ અને સમૃદ્ધિ લાવે.

અમે તમારા સમર્થન માટે આભારી છીએ અને સાથે મળીને ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ.

શુભેચ્છાઓ,

વિજય પુરોહિત
પ્રમુખ
ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!