આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે વડોદરાના માંજલપુરમાં આવેલી અંબે સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી
Views: 38
0 0

Read Time:3 Minute, 41 Second

આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપવાના છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સ સ્કૂલમાં પહોંચી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિદ્યાર્થિની ભાનમાં આવી અને ફરી પરીક્ષા આપવા માટે બેસતા વાલીએ હાશકારો અનુભવ્યો હતો.

સુરતના યોગીચોક સ્થિત હરેકૃષ્ણ વિદ્યાલય ખાતે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં તાજેતરમાં જ પગનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં એક વિદ્યાર્થીએ અડગ મનોબળ સાથે પરીક્ષા આપી શિક્ષણ પ્રત્યેની પોતાની અતૂટ લગન સાબિત કરી છે. શારીરિક પીડાને બાજુ પર મૂકી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા આ વિદ્યાર્થીને શાળાના આચાર્ય રોહિતભાઈ જસાણી અને સમગ્ર સ્ટાફે પૂરતો સહકાર અને જરૂરી સુવિધાઓ પૂરી પાડી પ્રોત્સાહિત કર્યો હતો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો મનોબળ મજબૂત હોય તો કોઈપણ શારીરિક અવરોધ લક્ષ્ય પ્રાપ્તિમાં આડે આવતો નથી, જે અન્ય પરીક્ષાર્થીઓ માટે પણ હિંમત અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ધો-10નું પ્રથમ ભાષાનું પેપર શરૂ થઈ ગયું છે. સુરતમાં વિદ્યાર્થીઓનું બેન્ડબાજાથી સ્વાગત કરાયું હતું તો રાજકોટમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે ગીત સાથે આવકાર અપાયો હતો. વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો.

પરીક્ષાર્થી ગેરરીતિમુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા દરેક પરીક્ષા કેન્દ્ર પર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ CCTVથી સજ્જ કરવામાં આવી છે. તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેવાની છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે એક કલાકનો સમય વધારે આપવામાં આવશે.

ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. રાજ્યમાં SSC માટે કુલ 87 ઝોન અને HSC માટે કુલ 59 ઝોનની રચના કરવામાં આવી છે. તેમજ ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્ર અને ધોરણ 12માં કુલ 695 કેન્દ્ર છે જેમાંથી સામાન્ય પ્રવાહમાં 539 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 156 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!