આદ્યશક્તિ માં જગતજનની અંબાના ધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
Views: 105
0 0

Read Time:1 Minute, 26 Second

આજે ચૈત્રી આઠમ એટલે કે, દુર્ગાષ્ટમીના પાવન અવસરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા અને મંગળા આરતીનો લહાવો લેવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા.

ચૈત્રી નવરાત્રિના અવસરે અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા સમગ્ર મંદિર પરિસરને અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. દેશ-વિદેશના વિવિધ રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલી સજાવટ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ફૂલોની સુગંધ અને રોશનીથી મંદિરનું વાતાવરણ દિવ્ય અને મનમોહક બની ગયું છે.

ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં એક ખાસ પરંપરા જળવાય છે. એકમથી આઠમ સુધી મંદિરમાં દરરોજ બે મંગળા આરતી કરવામાં આવે છે:

આજે આઠમના દિવસે વહેલી સવારે 6:00 કલાકે યોજાયેલી આ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, નવમીથી એટલે કે આવતીકાલથી મંદિરમાં પૂર્વવત રીતે સવારની એક જ મંગળા આરતી કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!