નસવાડી તાલુકાના કુકરદા ગામમાં પાકા રસ્તાના અભાવે ફરી એકવાર વિકાસના દાવા પોકળ સાબિત થયા છે
Views: 147
0 0

Read Time:2 Minute, 43 Second

નસવાડી તાલુકાના કુકરદા ગામમાં પ્રસૂતિ પીડા ભોગવી રહેલી એક મહિલાને પરિવારજનો અને ગ્રામજનો દ્વારા લગભગ એક કિલોમીટર સુધી ઝોળીમાં ઉચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ તેને તણખલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

નસવાડી તાલુકાના કુકરદા ગામમાં પાકા રસ્તાના અભાવે ફરી એકવાર વિકાસના દાવા પોકળ સાબિત થયા છે. પ્રસૂતિ પીડા ભોગવી રહેલી એક મહિલાને પરિવારજનો અને ગ્રામજનો દ્વારા લગભગ એક કિલોમીટર સુધી ઝોળીમાં ઉચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ તેને તણખલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ ઘટના કુકરદા ગામના દુકતા ફળિયામાં બની હતી. સુનિલા નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી હતી. જોકે, ગામમાં પાકા રસ્તા ન હોવાથી વાહનવ્યવહાર શક્ય નહોતો. પરિણામે, ગ્રામજનોએ કપડાની ઝોળી બનાવીને મહિલાને તેમાં સુવડાવી, ખાડાટેકરાવાળા રસ્તાઓ અને કોતરો ઓળંગીને મુખ્ય રસ્તા પર ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી.

https://www.instagram.com/reel/DVfbCeCE5n8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર છે. અહીં આજે પણ અનેક ગામોમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળે છે. જેના કારણે બીમાર વ્યક્તિઓ અને પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે ઝોળીનો સહારો લેવો પડે તેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે.

એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ પાયાની સુવિધા એવા પાકા રસ્તા બનાવવામાં તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ પરિસ્થિતિનો ભોગ જિલ્લાની ગરીબ આદિવાસી જનતા બની રહી છે. જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં તાત્કાલિક પાકા રસ્તા બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!