અમદાવાદના આંબલીમાં યુનિટી માર્ચની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ કરવામાં આવી છે, બોપલ અને આંબલી વિસ્તારમાં આ પદયાત્રા ફરશે
Views: 136
0 0

Read Time:2 Minute, 40 Second

સરદાર પટેલની જન્મજ્યંતી નિમિત્તે યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી છે, જેમાં CMએ આંબલીથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું છે, ઘાટલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચની પરિક્રિમા રહેશે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યાં હતા, અમદાવાદના મેયર અને ભાજપના નેતાઓ આ યુનિટી માર્ચમાં હાજર રહ્યાં હતા.

આ પદયાત્રા બોપલ ઓવરબ્રિજ પાસે આવેલા આંબલી ગામ નજીકના ખોડીયાર મંદિરથી શરૂ થઈ હતી અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે, ઘાટલોડીયા વિધાનસભાના અલગ-અલગ રોડ પર આ યાત્રા ફરીને પૂર્ણ થશે, આ યાત્રામાં 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા.

બોપલથી ઘુમા સુધી યોજાયેલી યુનિટી માર્ચમાં 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અંતર્ગત સરદાર@૧૫૦ યુનિટી માર્ચ એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત જિલ્લા સ્તરીય પદયાત્રા તા.૧૦ થી ૧૮ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાઈ રહી છે. જેમાં વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકો જોડાયા હતા. જિલ્લામાં પદયાત્રાઓ પૈકી એક પદયાત્રા જિલ્લા કક્ષાની પદયાત્રા તરીકે આયોજન કરાશે. પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિમીની રહેશે તેમજ પદયાત્રા પૂર્વ વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાશે.

વૈષ્ણોદેવી સરદાર પટેલ રીંગરોડથી બોપલ જવા માટે આવનારા લોકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવતા ટ્રાફિકજામ સર્જાયો. કોઈપણ પોલીસ કર્મી દ્વારા વૈષ્ણોદેવી થી આવનારા લોકોના જ સીધા જવા માટે ટ્રાફિક મેનેજ કરવામાં આવ્યું નહીં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!