Views: 120
2 0

Read Time:2 Minute, 11 Second

પ્રાપ્ત માહિતી અનુસાર, ચમોલીમાં મોડી રાત્રે વાદળ ફાટતા અને ભારે વરસાદના કારણે થરાલી અને નાળા ટુનરી ગધેરામાં પાણી ભરાઈ ગયું હતું. સગવારા અને ચેપડોન બજાર વિસ્તારોમાં એક યુવતી સહિત બે લોકો ગુમ થયા હોવાની આશંકા છે. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર નીકળી ગયા. વરસાદ અને વાદળ ફાટવાના કારણે શહેરના રસ્તાઓ કાટમાળથી ભરાઈ જતા તળાવ જેવા દેખાઈ રહ્યા છે. જેના કારણે વાહનવ્યવહાર પણ ઠપ્પ થયો છે. ઉત્તરાખંડમાં વાદળફાટતા જનજીવન અસ્તવ્યસ્ત થયું.

ઉત્તરાખંડમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. ચમોલીમાં ગત મોડિરાત્રે વાદળ ફાટતા ભારે તબાહી જોવા મળી. વાદળફાટતા પહાડના વિસ્તારોમાંથી પાણીના ધસમસતા પ્રવાહમાં થરાલી બજાર, કેદારબાગ, રાદીબાગમાં ભારે નુકસાન થયું. ભારે વરસાદ અને કાટમાળને કારણે ઘણા ઘરો અને દુકાનોમં પાણી ઘુસી ગયુ છે. તો અનેક લોકો અને વાહનો કાટમાળમાં ફસાયા હોવાનું અનુમાન છે. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બચાવ કાર્યમાં શરૂ કરવામાં આવ્યું.

વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાને લઈને લોકોની સલામતીને લઈને તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા. હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણની ધ્યાનમાં રાખતા વહીવટી તંત્ર દ્વારા થરાલીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ મિંગ ગધેરા નજીક પાણીના પ્રવાહથી કાટમાળને કારણે થરાલીને જોડતો કર્ણપ્રયાગ-ગ્વાલદામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત થરાલી-સાગવારા મોટર રોડ અને ડુંગરી મોટર રોડ પણ બ્લોક કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!