મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડાની મુલાકાતે છે. મુખ્યમંત્રીના હસ્તે ગળતેશ્વરમાં 76મો વન મહોત્સવ યોજાશે. ગળતેશ્વરમાં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી થશે. મુખ્યમંત્રી ગળતેશ્વર વનનું લોકાર્પણ કરશે. ગળતેશ્વર વન 5 હેક્ટરમાં બનાવવામાં આવ્યું છે.
રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી ખેડાના ગળતેશ્વરથી કરવામાં આવશે. આજે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વરમાં ‘76 મો વન મહોત્સવ’ યોજાશે. CMનો ડાકોર મંદિરે દર્શનનો કાર્યક્રમ રદ કરવામા આવ્યો છે.
મુખ્યમંત્રી, વનમંત્રી સહિતનાઓના હસ્તે 76માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે. 5 હેક્ટરમા વિવિધ થીમ આધારિત આકાર પામનાર આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
મહીસાગર નદી કિનારે નિર્માણધીન વનમાં 300 થી વધુ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને વધુ સમૃદ્ધ કરાશે.
ગળતેશ્વરમાં 5 હેક્ટરમાં વિવિધ થીમ આધારિત આકાર પામનાર આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મુખ્યમંત્રી, વનમંત્રી સહિતનાઓના હસ્તે 76માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે.
