Surat: અલથાણમાં પાટીદાર કારખાનેદારની પત્નીએ 2 વર્ષના પૂત્ર સાથે પડતું મુક્યુ, બિલ્ડીંગના 13માં માળેથી પટકાતા બંનેનું મોત નીપજ્યું
Views: 203
2 0

Read Time:2 Minute, 4 Second

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને હાલમાં અલથાણ વિસ્તારમાં આવેલી માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગના વિંગના છઠ્ઠા માળે રહેતા વિલેષ કુમાર પટેલ તેમની 30 વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષના એકના એક પુત્ર ક્રિશિવ સાથે રહે છે. તેમના પતિ વિલેષકુમાર લૂમ્સનું કારખાનું ચલાવે છે અને તેમનું જીવન સામાન્ય રીતે સુખી અને સ્થિર હતું. પરંતુ એક દુ:ખદ ઘટનાએ તેમના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું હતું.

પતિ વિલેષકુમાર માટે આ ઘટના એક કારમો આઘાત લઈને આવી છે. તેમની પત્ની અને એકના એક પુત્રની આ રીતે અચાનક વિદાયથી મોટો ઝટકો લાગ્યો છે. પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ આ ઘટનાથી શોકમાં ડૂબી ગયા છે. સમાજના લોકો અને પડોશીઓએ વિલેષકુમારને આ દુ:ખમાં સાથ આપવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પિયર પક્ષ અને સાસરીયા પક્ષ બંને બહાર છે.

માતા પૂજા પુત્ર ક્રિશિવને સાથે લઈને સી-વીંગના 13માં માળે કપડાનું સ્ટીંચીંગ કામ કરાવવા માટે જઈ રહી હતી. તે પહેલા જ માતાએ મનોમનમાં આપઘાત કરવાના ઇરાદે ત્યાં પહોંચી હોવાનું લાગી રહ્યું છે. કારણ કે જેના ઘરે કપડાનું સ્ટીચીંગ કામ કરાવવા ગઇ હતી. ત્યારે તેના ઘરનો દરવાજો બંધ હતો. જેથી પૂજાએ તેના ઘરનો બેલ વગાડ્યો હતો. બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જાણીને તુરંત જ પૂજા તેના પુત્ર ક્રિશિવને સાથે લઈને 13માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!