ચીનના રાષ્ટ્રપતિને ભારત આવવા આમંત્રણ આપ્યું; જિનપિંગે કહ્યું, ડ્રેગન અને હાથી સાથે આવી જાય
મોદીએ જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. અહેવાલો અનુસાર, મોદીએ આતંકવાદને વૈશ્વિક મુદ્દો ગણાવ્યો અને તેની સામેની લડાઈમાં સમર્થન માંગ્યું છે.
PM મોદીએ એમ પણ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સહયોગથી 2.8 અબજ લોકોને ફાયદો થશે અને તે સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ ખોલશે. આ સાથે, તેમણે જિનપિંગને ભારતમાં આયોજિત બ્રિક્સ 2026માં હાજરી આપવા આમંત્રણ આપ્યું.
મોદી આજે તિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. આ વખતે ઇતિહાસનું સૌથી મોટી SCO સમિટ ચીનમાં આયોજિત થઈ રહ્યું છે. આમાં 20થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. મોદી અને પુતિનની સાથે મધ્ય એશિયા, મધ્યપૂર્વ, દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના નેતાઓ પણ આ સમિટમાં હાજરી આપશે.
પીએમ મોદી સોમવારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે.
