વડાપ્રધાન મોદી એ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું
Views: 111
0 0

Read Time:9 Minute, 3 Second

આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ એ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓ કોબા તીર્થ જવા માટે રવાના થયા હતાં. તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે ઈતિહાસ, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પવિત્ર સંગમ રચતા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે.

સમાજને નવી ઊર્જા મળશે, મહત્વપૂર્ણ કામ માટે બહુ જ શુભકામનાઓ આપું છું. હું લોકોને આગ્રહ કરું છું કે, મહારાજ સાહેબે આ બધું કર્યું તો આપણે આ મ્યુઝિયમ જુએ. તેમાંથી કંઈક જાણવાની કોશિશ કરે અને સમજવાની કોશિશ કરે. આ એક અમૂલ્ય ખજાનો છે. હું ઈચ્છું ગુજરાતના લોકો પરિવાર સાથે અહીં આવે અને મન ભરીને જુએ. આજે મહાવીર જ્યંતિ છે જે અનેક રીતે શુભ છે. અહીં આવવાની સાથે જ પહેલો કાર્યક્રમ મુળ સાથે જોડાવવાનો હતો. સાણંદમાં જગત સાથે જોડાવાનો છે. અહીં ભવ્ય ભૂતકાળ અને ત્યાર બાદ સાણંદમાં વિશ્વની આધુનિક ટેકનોલોજી ચીપના નિર્માણનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ બધુ ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે. 

નવ સંકલ્પ પણ કર્યા હતા

નવકાર મહામંત્ર માટે દિલ્હી ખાતે થયેલા કાર્યક્રમમાં હું જોડાયો હતો,નવ સંકલ્પ પણ કર્યા હતા. આ અવસર પર મેં નવ આગ્રહ કર્યા હતાં. નવ સંકલ્પ કર્યા હતાં. હું દરેક વખતે આ નવ સંકલ્પો રજૂ કરું છું. પહેલો સંકલ્પ પાણી બચાવો, બીજો એક પેડ માં કે નામ, સ્વચ્છતા મિશન, વોકલ ફોર લોક, નેચરલ ફાર્મિંગ, હેલ્ધી લાઈફ સ્ટાઈલ, યોગ, ગરીબોની સહાય અને 10મો સંકલ્પ ભારતની વિરાસતનો સંકલ્પ છે. આજનો આ કાર્યક્રમ આનું જ પ્રતિબિંબ છે.  

ઐતિહાસિક સ્થળના વિકાસના કામ થઈ રહ્યા છે

પાંડુ લીપી, તિર્થ સ્થળ, ઐતિહાસિક સ્થળના વિકાસના કામ થઈ રહ્યા છે, ગુજરાતમાં લોથલમાં દુનિયાનું સૌથી મોટું મેરિટાઈમ મ્યુઝિયમ બને છે. વડનગરનું મ્યુઝિયમ બન્યું છે. દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિયમમાં તેની જગ્યા બની છે. આઝાદીના લડાઈના ઈતિહાસને પણ સામે લવાશે. પહેલા આ કામ રાજનૈતિક રીતે થતા હતાં. અમે રાજનૈતિક માનસિકતાને સમાપ્ત કરી, આજે સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યાં છીએ.  

ભારતના સાંપ્રદાયિક અભ્યુદયનું પ્રતિક

વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે, પ્રાચિન વસ્તુઓને ડિજિટાઈઝ કરાઈ છે. તેનો સંગ્રહ અને સ્કેનિંગ થાય છે. મનની વાત કાર્યક્રમમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જ્ઞાન ભારતમ મિશનમ અને કોબા તિર્થનું યોગદાન ભારતના સાંપ્રદાયિક અભ્યુદયનું પ્રતિક છે.

વર્ષો જુના જ્ઞાનને આજે કોબા ખાતે સંગ્રહિત કર્યું

વડાપ્રધાને કહ્યું હતું કે, વિદેશી આક્રમણકારીઓએ માનવતાની ધરોહર નષ્ટ કરી.પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજ જેવા અનેક સંતોએ આ ધરોહરનું મહત્વ સમજ્યું, એક એક ગામ, વિસ્તારમાં ફરીને આવા દસ્તાવેજ શોધ્યા,વર્ષો જુના જ્ઞાનને આજે કોબા ખાતે સંગ્રહિત કર્યું છે

ભારતની સૌથી મોટી તાકાતના દર્શન થાય છે

 આ મ્યુઝિયમમાં ભારતની સૌથી મોટી તાકાતના દર્શન થાય છે. આ તાકત છે ભારતની વિવિધતા અને વિવિધતામાં એકતા. દુનિયાને હંમેશા આસ્થાના નામે ટકરાવ જોયો છે. આ મ્યુઝિયમમાં ભારતના અન્ય ધર્મોના પણ દર્શન થાય છે. વિવિધ પરંપરાઓના રંગ ઉપસ્થિત થાય તે ભારતમાં જ થઈ શકે. આજે દુનિયામાં જે સ્થિતિ છે. જે રીતે વિશ્વ અસ્થિરતાની આગમાં સળગી રહ્યું છે. આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે અહીં આવનારા લોકોની સંખ્યા વધુ વધે. 

ભવ્ય ભારતની ઓળખ થાય

ભારતમાં સમ્રાટ સંપ્રતિના શાસને સેવા અને સાધનાનું ઉદાહરણ આપ્યું, સત્ય , અપરિગ્રહનો પ્રચાર કર્યો,નિસ્વાર્થ ભાવથી કરેલી સેવાની શિખ ભારતના ભૂતકાળથી જ મળે છે,સંગ્રહાલયની ડિઝાઈન પણ એવી છે કે ભવ્ય ભારતની ઓળખ થાય

 સમ્રાટ સંપ્રતિ ખાલી ઐતિહાસિક રાજાનું નામ જ નથી

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ પ્રયાસ માટે જૈન મુનિ, સંતોના ચરણોમાં પ્રણામ કરૂ છું. જે લોકોએ આ કાર્યમાં યોગદાન કર્યું તેમનો પણ આભાર માનું છું. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય ભારતના લોકોની ધરોહર છે, ગૌરવશાળી ભુતકાળની ધરોહર છે.સમ્રાટ સંપ્રતિ ખાલી ઐતિહાસિક રાજાનું નામ જ નથી પણ ઇતિહાસને જોડે છે

સમ્રાટ સંપ્રતિ પ્રદર્શન પ્રાચિન ધરોહરનું કેન્દ્ર છે

વડાપ્રધાને કહ્યું હતું કે, કોબા તિર્થમાં કેવી સાધના, સંયમની પરંપરા ચાલે છે એ વર્ષોથી હું જોવું છું.આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે.હજારો વર્ષોની ભારતીય વિરાસત , આપણી ધરોહર , તેનાથી મળનારી પ્રેરણા આવનારી સદીઓ સુધી અમર રહેશે.આવનારી પેઢી સુધી તમામ સંસ્કૃતિ પહોંચાડવા માટે પ્રયાસ થયો છે.સમ્રાટ સંપ્રતિ પ્રદર્શન પ્રાચિન ધરોહરનું કેન્દ્ર છે. 

મહાવીર જયંતીની શુભકામનાઓ પાઠવું છું

વડાપ્રધાન મોદીએ જય જિનેન્દ્ર સાથે જણાવ્યુંહતું કે, મને આજે આ પવિત્ર જૈન તિર્થ ખાતે આવવાની તક મળી છે. હું ભગવાનને નમન કરી તમામ લોકોને મહાવીર જયંતીની શુભકામનાઓ પાઠવું છું. હું આજે કૈલાસ સુરિશ્વરજી મહારાજ સાહેબને વંદન કરું છું. તેમણે કોબાની આ ધરતી પર જ્ઞાન અને શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાપિત કર્યું છે. જૈન મુનિ અને સંતોની તપસ્યા જોડાઈ છે ત્યાં સર્જન અને સેવા આપોઆપ સંચાલિત થાય છે

રિમોર્ટ કંટ્રોલથી આ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું

તેમણે પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી હતી અને મહારાજ સાહેબના આશિર્વાદ પણ મેળવ્યા હતાં. ત્યાર બાદ તેઓ સભા સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું અને એક ખાસ પ્રતિકૃતિ ભેટ અપાઈ હતી. તેમણે રિમોર્ટ કંટ્રોલથી આ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. 

મ્યુઝિયમ 95 હજાર ચો.ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયું

આ મ્યુઝિયમ 95 હજાર ચો.ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયું છે. જ્યાં રાણકપુર શૈલીનું અનુસરણ કરાયું છે. ત્યાં જુદી જુદી સાત ગેલેરી તૈયાર કરાઈ છે. આરસ અને કાચ વડે તૈયાર કરાયું છે આ મ્યુઝિયમ. અનેક એજન્સીએ ભેગાં મળીને આ મ્યુઝિયમ તૈયાર કર્યું છે. પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજનો અહીં સંગ્રહ જોવા મળે છે. તેમણે ૨.૫ લાખ કિમીની યાત્રામાં સંગ્રહ એકત્રિત કર્યો છે. ભારતીય સંસ્કૃતિ અને કલા સામગ્રીનો સંગ્રહ પણ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!