પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક, કોઈ ડીલ નહીં
Views: 131
1 0

Read Time:2 Minute, 4 Second

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે યુક્રેન યુદ્ધ અંગે લગભગ 3 કલાક સુધી બંધ રૂમ બેઠક ચાલી હતી, ત્યારબાદ માત્ર 12 મિનિટની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ પત્રકારના કોઈપણ સવાલના જવાબ આપ્યા ન હતા.

ટ્રમ્પે કહ્યું હતું કે, કેટલાક મુદ્દાઓ પર તેમની સહમતિ બની નથી, પરંતુ કુલ મળીને વાતચીત સકારાત્મક રહી છે. જોકે, બંને નેતાઓએ એ જણાવ્યું નથી કે, તેઓ કયા મુદ્દાઓ પર સહમત થયા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, તે ઝેલેન્સકીને પણ ફોન કરીને આ બેઠકના વિશે જણાવશે.

પત્રકારોને કોઈ જવાબ આપ્યો નહીં

પુતિને કહ્યું કે તેમના માટે રશિયાની સુરક્ષા જરૂરી છે. આગળની બેઠક મોસ્કોમાં યોજવાનું સૂચન તેઓએ આપ્યું હતું. પોતાની વાત કહીને બંને નેતાઓ તરત જ મંચ પરથી ચાલ્યા ગયા.

12 મિનિટની પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ બંને રવાના થયા

પુતિન 10 વર્ષ પછી અમેરિકા પહોંચ્યા હતા.રશિયાના રાષ્ટ્રપતિ પુતિન શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત માટે અલાસ્કા પહોંચ્યાં હતા. ટ્રમ્પે લગભગ અડધો કલાક વિમાનમાં બેસીને પુતિનના અલાસ્કા ખાતે પહોંચવાની રાહ જોઈ હતી. એરપોર્ટ પર પહોંચતા જ પુતિનનું B-2 બોમ્બર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પછી, પુતિન રેડ કાર્પેટ પર આવ્યા હતા, ત્યારે ટ્રમ્પે તાળીઓ પાડી હતી. ત્યારબાદ પુતિન ટ્રમ્પની કારમાં બેસીને મીટિંગ માટે રવાના થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!