વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા ક્રિએટર્સ મીટનું આયોજન
Views: 199
1 0

Read Time:2 Minute, 37 Second

ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આગામી ૬ નવેમ્બર થી શરૂ થતા ખેલ મહાકુંભના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા ક્રિએટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આગામી ૬ નવેમ્બરથી ખેલ મહાકુંભનું પૂરા ગુજરાતમાં ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અલગ અલગ સ્પર્ધાઓના આયોજનમાં રેકોર્ડ બ્રેક ૭૨ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે જેમાં ૬ નવેમ્બરથી તાલુકા કક્ષાએ થી શરૂવાત થઈ ૧૭ જાન્યુઆરી સુધીમાં રાજ્ય લેવલની અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ આયોજનના સંદર્ભમાં આજે અમદાવાદના નારણપુરા ખાતે બનાવવામાં આવેલા વિશ્વ કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભ ૨૦૨૫ના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા ક્રિએટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા ક્રિએટર્સ સાથે જ જાણીતા કલાકાર અભિનેતા મૌલિક ચૌહાણ, ફિલ્મ ડિરેક્ટર વિપુલ જાંબુચા, સોશિયલ મીડિયા ક્રિએટર પરાગ દિહોરા અને ભાવિન ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ખેલ મહાકુંભ થકી દેશ વિદેશમાં નામના મેળવનાર નેશનલ અને ઇન્ટરનેશનલ વેસ્લિંગ પ્લેયર સનોફર પઠાણ પણ હાજર રહ્યા હતા અને ખેલ મહાકુંભ વિશે વાત કરી હતી.

પુરા કાર્યક્રમનું સંચાલન અને ખેલ મહાકુંભ ૨૦૨૫ વિશેની માહિતી ગુજરાતના જાણીતા મોટીવેશન ટ્રેનર અને સ્પીકર ભૂષણ કુલકર્ણી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના અધિકારીઓ અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નારણપુરા ખાતેના આયોજનમાં સહભાગી બન્યા હતા. આ આયોજનમાં ખેલ મહાકુંભ ને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!