ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકનો આજે બીજો દિવસ
Views: 102
1 0

Read Time:2 Minute, 33 Second

મોદી-જિનપિંગ-પુતિનનો હાથમાં હાથ, રમૂજ અંદાજ:બાજુમાં ઊભેલા પાક. PMને ઇગ્નોર કર્યા, એકીટસે જોતા રહ્યા શાહબાઝ; આ ટ્રાયો ડિપ્લોમેસી જોઈ ટ્રમ્પનું BP હાઇ થશે!

ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠકમાં વિશ્વના મોટા નેતાઓ પોતાના વિચારો રજૂ કરવા આવ્યા છે. આ સમય દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય રાષ્ટ્રપ્રમુખો જોવા મળ્યા હતા. ખાસ કરીને પુતિન, મોદી અને જિનપિંગે લાંબા સમય સુધી વાત કરી.

આ સમિટ પહેલાં એક મોમેન્ટ એવી આવી, જ્યારે મોદી અને પુતિન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની વાતો ચાલુ હતી અને પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ તેમની સામે જોઈ રહ્યા હતા. આ ત્રણેય નેતાએ પાકિસ્તાની PMને ઇગ્નોર કર્યા.

PM મોદી હાલમાં ચીનમાં છે. SCO સમિટ બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન એક સાથે જોવા મળ્યા. પીએમ મોદી અને પુતિન એક સાથે કારમાં બેઠેલા જોવા મળ્યા. આ તસવીરથી દુશ્મન દેશો ચોંક્યા છે. પીએમ મોદી અને પુતિનની તસવીરથી ખાસ કરીને અમેરિકા ટેન્શનમાં આવી શકે છે.

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ શિખર સંમેલન પછી વધુ એક તસવીર સામે આવી છે જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ટેન્શન ઉભુ કરી શકે છે. પીએમ નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વિપક્ષીય વાટાઘાટો માટે એક જ કારમાં પહોંચ્યા. આ તસવીરો જોઇને કહી શકાય કે  ભારત-રશિયા મિત્રતાને તોડવાના ટ્રમ્પના અનેક પ્રયાસો નિરર્થક લાગી રહ્યા છે.  કારણ કે ઔપચારિક સ્તરની વાટાઘાટો પહેલાં સંબંધોને પર્સનલ ટચ આપવા બંને એક જ કારમાં બેઠેલા જોવા મળ્યા. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!